Get The App

કોર્પોરેશનની પરિણીત મહિલા કર્મીએ લગ્ન માટે પજવતા સહકર્મીને પાઠ ભણાવ્યો

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
કોર્પોરેશનની પરિણીત મહિલા કર્મીએ લગ્ન માટે પજવતા સહકર્મીને પાઠ ભણાવ્યો 1 - image

વડોદરાઃ કોર્પોરેશનમાં ફરજ બજાવતી મહિલા સફાઇ કર્મી સાથે મિત્રતા થયા બાદ સહ કર્મચારી દ્વારા અઘટિત માંગણીઓ કરીને પજવણી કરવામાં આવતી હોવાતી મહિલાએ તેને પાઠ ભણાવ્યો હતો.

પતિ અને બાળક સાથે રહેતી સફાઇ સેવિકાની સહ કર્મી સાથે ચાર વર્ષ પહેલાં  મિત્રતા હતી.પરંતુ યુવક દ્વારા વારંવાર અઘટિત માંગણી કરવામાં આવતી હતી.જેથી મહિલાએ તેની સાથે વાતચીત કરવાનું ઓછું કર્યું હતું.

મહિલા પરિણીત છે અને સંતાન પણ ધરાવે છે.જ્યારે યુવક અપરિણીત છે.જેથી તેણે મહિલા સાથે લગ્નની માંગણી કરી હતી.પરંતુ મહિલાએ પતિ અને બાળકોને છોડવાનો ઇનકાર કર્યો હતો.યુવકે લગ્ન ના કરે તો શારીરિક સબંધ રાખવા માટે દબાણ કર્યું હતું.

મહિલા તાબે નહિં થતાં યુવક દ્વારા તેને ઘેર પણ ફોન કરવામાં આવતા હતા અને પતિને મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી.આખરે યુવકની હરકતોથી કંટાળેલી મહિલાએ અભયમની મદદ લેતાં પોલીસની મદદ લઇ યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.યુવકે લેખિતમાં માફી માંગી હવે પછી ક્યારેય વાતચીત પણ નહિં કરું તેમ કહેતાં મહિલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.


Google NewsGoogle News