પરિણીત વેપારીએ લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
ગાંધીનગરના કાર્યક્રમમાં મુલાકાત થયા બાદ
છ મહિના સુધી સંબંધ રાખ્યા બાદ વેપારી પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતા અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગરમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી પરપ્રાંતની યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને પરિણીત વેપારી દ્વારા તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ યુવતી સાથે સંબંધો કાપી નાખ્યા હતા. જોકે યુવતીને વ્યાપારી પરિણીત હોવાની ખબર પડતા અડાલજ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૃ કરી હતી.
અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના
સેક્ટર-૧૭માં આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં છ મહિના અગાઉ પ્લાસ્ટિકનો મોટો એક્સપો
યોજાયો હતો અને તે દરમિયાન દિલ્હીથી ગાંધીનગરમાં આવીને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ
કરતી યુવતીને અહીં આવેલા વેપારી સાથે ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે મોબાઇલ
નંબરની આપ લે થયા બાદ વાતચીતનો દોર શરૃ થયો હતો. બંનેની અવારનવાર મુલાકાતો થતી
રહેતી હતી અને ત્યારબાદ તેમની વચ્ચે પ્રેમ પાંગરયો હતો. જો કે વેપારી પરિણીત
હોવાની વાત તેણે છુપાવી હતી અને આ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શરીર
સંબંધ પણ બાંધ્યા હતા. અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈને શારીરિક શોષણ કર્યું હતું. જો
કે વાત વાતમાં ખબર પડી હતી કે આ વેપારી પરિણીત છે. જેના પગલે બંને વચ્ચે તકરાર થઈ
હતી અને ત્યારબાદ વેપારીએ તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરી બોલવાનું બંધ કરી
દીધું હતું. આખરે
યુવતીએ આ વેપારી સામે ગાંધીનગરમાં અડાલજ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ આપતા
પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપી વેપારીની શોધખોળ શરૃ કરવામાં આવી છે.