સંખેડાના ઇંન્દ્રાલ ગામે બાઇક ઉપરથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
કુલ ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો
બોડેલી : સંખેડા તાલુકાના ઇંન્દ્રાલ ગામે બાઇક ઉપર લઇ જવાતો ગેરકાયદે દારૂનો જથ્થો વિજિલન્સની ટીમે ઝડપી પાડયો હતો.બાઇક ઉપરથી રૂ.૩૯,૬૦૦ના દારૂ સહિત રૂ.૯૪,૬,૦૦નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી કુલ ૩ શખ્સો સામે સંખેડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર વિજિલન્સ ટીમે બાતમીના આધારે દલસુખ ભાઇ રહે. સનોલી ગામ તા.સંખેડા જી.છોટાઉદેપુર બાઇક ઉપર નસવાડી તાલુકાના કુપ્પા ગામ ખાતે નર્મદા નદીની નાવડીઓ દ્વારા દારૂનો જથ્થો મંગાવી બાઇક ઉપર મંગાવનાર છે.જે કાચા રસ્તે ઇંદ્રાલ તરફ જતા રસ્તે થઈ પસાર થનાર જેથી વિજન્સી ટીમે ઇન્દ્રાલ હેરણ નદીના બ્રીજથી આગળ કેનાલની બાજુમા વોચ ગોઠવી ઇન્દ્રાલ હેરણ નદીના બ્રીજ ઉપરથી બાઇક આવી હતી.
પોલીસ સ્ટાફે બાઇક આવતા ઉભી કરાવી બાઇક પાછળ થેલામાં દારૂની બોટલો મળી આવી હતી.જે બોક્ષ પંચો રૂબરૂ ખોલતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા.જેથી શખ્સનંુ નામઠામ પૂછતા ચાલકે પોતે પોતાનુ નામ કિશન ભાઇ પાળવીભાઇ ઉ.વ ૨૪ ધંધો ખેતી( રહે ચાપડ ફળીયુ ખેંડા ગામ તા.નસવાડી જી.છોટા ઉદેપુર )ના હતા.પકડાયેલા શખ્સેને દારૂનો જથ્થો ભરી લઈ આવવા બદલનું પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા શખ્સોેએ પોતાની પાસે નહી હોવાનુ જણાવ્યુ હતુ.
સંખેડા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરી સ્થાનિક પોલીસને બોલાવી તજવીજ હાથ ધરી હતી.બાઇક પરથી અલગ અલગ બ્રાન્ડના બોટલો તથા બીયરની બોટલો મળી કુલ રૂ. રૂ. ૩૯,૬૦૦ પકડાઇ હતી.પકડાયેલો શખ્સ કિશન ભાઇ બાઇક ઉપરથી મળી આવેલા દારૂના જથ્થા સાથે ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો અને કોને દારૂ આપવાનો હતો.તે બાબતે પૂછતા જણાવ્યુ કે,હું મારા શેઠ દલસુખ ભાઇ ફુપા ભાઇ ( રહે સનોલી ગામ તા.સંખેડા જી છોટા ઉદેપુર) ને ત્યા છેલ્લા પાચેક દિવસથી નોકરી કરૂ છંુ અને શેઠની બાઇક લઇ કુપ્પા ગામ ખાતે નર્મદા નદીના કિનારે ઉભેલો હતો .વહેલી સવારના આશરે ૪ વાગે વાવણા ભાઇ નામનો શખ્સ જેનાપુરા નામ સરનામાની ખબર નથી.તે નાવડીમા દારૂનો જથ્થો લઇ આવેલો હતો.જેણે મારા શેઠના ઓર્ડર પ્રમાણેનો દારૂનો જથ્થો કોથળામા અને પ્લાસ્ટીકના મીણીયામા ભરી આપેલા હતા. ગેરકાયદે દારૂની પ્લાસ્ટીકની મોટી બોટલો તેમજ બીયર ટીન મળી કુલ નંગ-૩૦૦ કુલ રૂ ૩૯,૬૦૦ , તથા મોબાઇલ નંગ-૦૧, રૂ.૫,૦૦૦ તેમજ વાહન-૦૧, રૂ.૫૦,૦૦૦ તથા તમામ મુદ્દામાલ મળી કુલ રૂ.૯૪,૬,૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલ કિશનભાઇ પાળવીભાઇ ઉ.વ ૨૪ ધંધો ખેતી રહે ચાપડ ફળીયુ ખેંડા ગામ તા.નસવાડી જી.છોટાઉદેપુર (દારૂના જથ્થાની હેરાફેરી કરનાર આરોપી) તથા નહી મળી આવેલા આરોપી (૨)દલસુખ ભાઇ ફુપાભાઇ રહે સનોલી ગામ તા.સંખેડા જી છોટા ઉદેપુર (વિદેશી દારૂનો જથ્થો મગાવનાર) તથા (૩) વાવણાભાઇ (વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર)