ચાની લારીની આડમાં ગાંજાનું વેચાણ કરતો શખ્સ પકડાયો
ગાંધીનગરમાં મગોડી ગામ પાસે
સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો પાડીને ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા મગોડી ગામ પાસે ચાની લારીની આડમાં ગાંજાનું વેચાણ થતું હોવાનું બાતમીના પગલે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ દરોડો પાડયો હતો અને ઇસનપુરના શખ્સને ઝડપી લઈને ગાંજો તેમજ મોબાઇલ કબજે કરીને ચિલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
હાલમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ પોલીસ દ્વારા નશીલા
પદાર્થોનું વેચાણ કરતા તત્વોને શોધવામાં આવી રહ્યા છે અને આ પ્રકારની હેરાફેરી
કરતી ટોળકીઓ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન
ગુ્રપના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી વાળા દ્વારા પણ સ્ટાફના માણસોને આ પ્રકારના ગુનાઓ
અટકાવવા માટે તાકિદ કરવામાં આવી હતી. જેના પગલે એસ.ઓ.જીની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં
હતી તે દરમિયાન બાતમી મળી હતી કે,
મગોડીના મોટા ઇસનપુર ખાતે રહેતો બાબુજી છબાજી ઠાકોર તેની ચાની લારીની દુકાનમાં
ગાંજાનું પણ વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ અહીં પહોંચી હતી અને
ત્યાં બાબુજી હાજર મળી આવ્યો હતો. જેની ચાની લારીની કેબિનમાં તપાસ કરતા ગાંજાનો
જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ૦.૫૩૭ કી.ગ્રા ગાંજાનો જથ્થો અને મોબાઈલ તેમજ
અન્ય ચીજ વસ્તુઓ મળીને ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો
તેમજ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે પણ
તપાસ શરૃ કરવામાં આવી છે. હાલ એનડીપીએસ હેઠળ બાબુજીની ધરપકડ કરીને ચિલોડા પોલીસ
મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.