વડોદરાના વડસરની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના મેનેજરને એક શખ્સે લાફા ઝિંક્યાં
- છોડાવવા વચ્ચે પડેલા અન્ય કર્મીઓ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
વડોદરા,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
વડોદરાના વડસર ખાતે આવેલી કોઓપરેટિવ સોસાયટીમાં ગ્રાહક સાથે બોલાચાલી કરતા શખ્સને સમજાવવા જતા ઇન્ચાર્જ મેનેજર સાથે ઝઘડો કરી તેમને ગાલ લાફા ચોડી દીધા હતા. ઉપરાતં તેમને છોડાવવા પડેલા અન્ય કર્મીએ સાથે તેમની સાથે પણ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇન્ચાર્જ મેનેજર માંજલપુર પોલીસ સ્ટેશનમાં ધમકી આપનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ ભૂવનમાં રહેતા દિવ્યાબેન ચિંતનભાઈ પ્રજાપતી અંબિકા પોળ વડસર વડોદરા ખાતે આવેલી ધનરાજ કો-ઓર્પોરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે છેલ્લા સાત વર્ષથી નોકરી કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બુધવારે હું મારી નોકરી ઉપર મારૂ ઓફિસનું કામ કરતી હતી. તે દરમ્યાન અમારી કો-ઓર્પોરેટિવ સોસાયટીના ગ્રાહક રમણભાઇ પરમાર લોનનો હપ્તો ભરવા આવ્યા હતા. તેઓ સાથે વાતચીત કરતી હતી ત્યારે મયુરભાઇ રમેશભાઇ પટેલે આવીને રમણભાઇ પરમારને કહેતો હતો કે આ ચોપડી શેની છે તેમ કહી તેઓની સાથે બોલાચાલી કરતા હોય. મે તેઓને સમજાવવા જતા મને ગમે તેમ ગંદી ગાળો લાફો ગાલ ઉપર મારી દિધો હતો. અન્ય કર્મી પ્રાચીબેન વિવેક ભ્રમભટ્ટ તથા રમણભાઈ પરમાર વચ્ચે મયુર પટેલે મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. માંજલપુર પોલીસે તેમની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.