વડોદરામાં વારસિયાની વાસવાની સોસાયટીમાંથી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વારસિયાની વાસવાની સોસાયટીમાંથી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો 1 - image

વડોદરા,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર

વડોદરાના વારસિયા વિસ્તારની વાંસવાણી સોસાયટી માંથી કુંભારવાડા પોલીસે વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને બીયર, મોબાઈલ અને મોપેડ મળી 1.71 લાખના મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે લોકોને જાહેર કર્યા છે.

વડોદરા શહેર વિસ્તારમા કુંભારવાડા પોલીસની ટીમ  પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ અ.હે.કો દિનેશ મનસુખને  બાતમી મળી હતી કે વારસિયા ની વાસવાણી કોલોનીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ દયાલદાસ રામચંદાની (સિંધી)  તેના પોતાના  ઘરમાં ઈંગ્લીશ દારૂ રાખે છે અને હાલમાં વેચાણ ચાલુ છે. જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના મકાનમાં દારૂ પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી  1.21લાખનો વિદેશી દારૂ તથા બીયરના જથ્થો

 મળી આવ્યો હતો. જેથી પોલીસ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો, મોબાઈલ અનેમોપેડ રૂ.50 હજાર મળી રુ. 1.71 લાખનો મુદ્દામાલ કર્યો હતો. બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર દયાલદાસ રામચંદાની ધરપકડ કરી હતી.જ્યારે આવેશ અને મોપેડ ના માલિકને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News