રાજસ્તંભ સોસાયટી પાસે વરસાદી લાઇન પર મોટો ભૂવો

રોડ પર ભૂવો પડતા આવજા કરવામાં જોખમ ; હજી રોડ તૂટે તેવો ભય

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
રાજસ્તંભ સોસાયટી પાસે વરસાદી લાઇન પર મોટો ભૂવો 1 - image

વડોદરા, તા.26 વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.૧૩ વિસ્તારમાં રાજસ્તંભ સોસાયટી પાસે વરસાદી લાઇન પર મોટો ભૂવો પડેલ છે. રોડ પર જ ભૂવો હોવાથી આવજા કરવામાં મોટુ જોખમ ઊભું થયું છે.

વોર્ડ નં.૧૩ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ અને લાલબાગ પાણીની ટાંકી પાસેનું તળાવ ૩૬૫ દિવસ ડ્રેનેજના મલિન પાણીથી ભરાયેલું રહે છે. આ તળાવમાં દેખીતી રીતે ડ્રેનેજની લાઇનો જોડવામાં આવેલી છે. શહેરના મધ્યમાંથી પસાર થઇ નવાપુરા, એસઆરપી અને રાજસ્તંભ સોસાયટી પાસેથી વરસાદી લાઇનમાંથી ડ્રેનેજનું પાણી જાય છે, ત્યાં આજે મોટો ભૂવો પડેલો છે. જેમાં જણાઇ આવે છે કે ડ્રેનેજનું પાણી મોટી માત્રામાં વરસાદી લાઇનમાંથી તળાવમાં જાય છે. આ બાબતે વારંવાર લેખિત તેમજ કોર્પોરેશનની  સમગ્ર સભામાં ધ્યાન દોરવા છતાં પણ તેનો કોઇ નિકાલ આવ્યો નથી. વહીવટી તંત્રે વાત ધ્યાને ન લેતા આજે ભૂવો પડેલો છે. આ જ રસ્તા પર ભૂવા પડીને લાઇન બેસી જાય તેવી દહેશત છે, ત્યારે કોઇ જાનહાનિ ન થાય તે માટે આ ડ્રેનેજના પાણી તળાવમાં જતાં બંધ કરી દેવાની જરૃર છે તેમ વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના કોર્પોરેટરે માગ ઔકરી છે.




Google NewsGoogle News