Get The App

વારસિયા રિંગ રોડ પરની સોસાયટીમાં જીવતો વીજ વાયર તૂટી પડ્યો, નાના બાળકોનો આબાદ બચાવ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
વારસિયા રિંગ રોડ પરની સોસાયટીમાં જીવતો વીજ વાયર તૂટી પડ્યો, નાના બાળકોનો આબાદ બચાવ 1 - image


વડોદરાના વારસિયા રીંગ રોડ ઉપર આવેલી સુંદરમ્ અને રાધેશ્યામ સોસાયટીમાં શુક્રવારની મધરાતે 1:00 વાગે જીવતો વીજ વાયર તૂટી પડતા સમગ્ર સોસાયટીમાં ભારે દોડધામ મચી ગઈ હતી આ ઘટનાના પગલે આસપાસની અન્ય સોસાયટીઓમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. ચોકાવનારી વાત એ છે કે આ વીજ વાયર  છેલ્લા કેટલાય સમયથી વારંવાર તૂટી જવાની ફરિયાદો સોસાયટીના રહેવાસીઓ કરતા હતા

જેના પગલે વીજ કંપની દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું એ પછી  આ પૈકીનો એક વીજ વાયર ગઈકાલે તૂટી પડ્યો હતો . હાલમાં વેકેશન નો સમય હોવાથી સોસાયટીના બાળકો મોડી રાત સુધી જાગતા હોય છે.સદનસીબે મધરાતે એક વાગે જ્યારે આ વાયર તૂટી પડયો ત્યારે સોસાયટીમાં કોઈની અવર-જવર નહોતી સાત થી આઠ બાળકો નજીકમાં બેઠા હતા પરંતુ તેમનો સદ્નસીબે આબાદ બચાવ થયો હતો. 

વીજ વાયર તૂટી પડતા ધડાકા ભડાકા સાથે દારૂખાનું ખોટું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અવાજો સાંભળીને સોસાયટીના લોકો પણ બહાર નીકળી આવ્યા હતા સોસાયટીના એક વ્યક્તિએ હિંમત કરીને જીવતા વીજ વાયરો ઉપર રેતી નો ઢગલો કરી દીધો હતો જેના કારણે ધડાકા ભડાકા અટક્યા હતા.

બાદમાં વીજ કંપનીના કર્મચારીઓએ સમારકામ હાથ ધર્યું હતું અને એ પછી પુરવઠો પૂર્વવત થયો હતો. જોકે આ ઘટનાના પગલે વીજ કંપનીની ગંભીર બેદરકારી પણ સામે આવી છે જીવતો વાયર  સમારકામ કર્યા બાદ પણ તૂટી પડતા કંપનીની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે


Google NewsGoogle News