ગુજરાતના જાણીતા એક્ટિવિસ્ટ પી.વી. મૂરજાણીએ કર્યો આપઘાત, અંતિમ પત્ર વાંચશો તો રુંવાડાં ઊભા થઈ જશે
Purshottam Murjani Suicide Case : વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ અને ધાર્મિક અગ્રણી પુરુષોત્તમ મૂરજાણીએ શુક્રવારે પોતાના બંગલામાં જ પોતાની જ રિવોલ્વોરથી ગોળી છોડીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. તેમણે મરતાં પહેલા લખેલો એક પત્ર અહીં પ્રસ્તુત છે.
મે મારું ઘર ગિરવે મૂકીને માનેલી દીકરીને ડભોઈમાં પેટ્રોલ પમ્પ ખરીદી આપ્યો
'હું આજ રોજ મારી માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની મા સંગીતા સિકલીગરના અતિશય ત્રાસથી કંટાળીને આપઘાત કરી રહ્યો છું. બેઉ મા-દીકરીએ મારા પર બહુ જ પ્રેશર આપેલ છે કે મારી જાગૃત નાગરિક ઑફિસની પ્રોપર્ટીમાં કોમલ સિકલીગરના નામનું દસ્તાવેજ કરી આપો. મે મારું અને મારી પત્નીનું ઘર એક્સિસ બૅંકમાં ગિરવે મૂકી મારી માનેલી દીકરીને ડભાસા-પાદરા ખાતે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પમ્પ ખરીદીને આપ્યો છે. એ પમ્પની જમીનનો દસ્તાવેજ મારા નામે છે. ગઈ કાલથી કોમલ અને સંગીતા મારી પાછડ પડ્યા છે ને કહે છે પમ્પની જમીનનો દસ્તાવેજ કોમલના નામે કરી આપો.
કોમલ અને સંગીતા રહે છે તે ઘરમાં અડધા પૈસા મેં નાખ્યા છે
કોમલ અને સંગીતા રહે છે તે ઘર સી-401, કાન્હા લક્ઝુરિયા સવિતા હૉસ્પિટલ રોડ વાળા ઘરમાં અડધા પૈસા મેં નાખ્યા છે એટલે દસ્તાવેજમાં મારું નામ છે. તેના ઈએમઆઇ પ્રગતિ કૉ.ઓપ.બૅંકમાં અત્યાર સુધી મેં જ ભર્યા છે. ગઈ કાલથી કોમલ અને એની મા કહે છે કે એનો પણ દસ્તાવેજ કોમલના નામે કરી આપો.
લાભ પાંચમના દિવસે પત્નીને કીધા વગર કોમલને સાથે લઈને ગયો અને નવી મર્સિડીઝ કાર લીધી
લાભ પાંચમના દિવસે મારા નામે મર્સિડીઝ કાર લીધી જે મને રૂ.1.04 કરોડમાં પડી. તેની લોન મારા નામે છે. તે કારમાં વારસદાર તરીકેનું નામ મારી પત્ની જાગૃતિ મૂરજાણીનું છે. તે કાર લેવા મારી પત્નીને કીધા વગર મારી માનેલી છોકરીને લઈ ગયો. એણે ખૂબ ફોટા પાડ્યા. કોમલે જ ફોટોગ્રાફરને બોલાવેલો. કારની પૂજા કરવા ડભોઈ ખાતેના માતાજી હરિભાઈ રબારીને બોલાવેલો. હરિભાઈના કહેવાથી હું મારા પત્નીને કારના શોરૂમ પર અટલાદરા બ્રિજ પાસે લઈને આવ્યો. કોમલ નીકળી ગઈ અને હુંને મારા પત્ની ઘરે આવ્યા.
ઘરે જમીને મોટાભાઈ ગોરધાનભાઈને ત્યાં 82, ઉદ્યોગનગર સોસોયટીમાં નવી કારની મિઠાઈ આપવા ગયા અને ત્યાં થોડી વાર બેસી ત્યાંથી બીજા નંબરના ભાઈ પિતાંબરભાઈને ત્યાં 20, અંકુર સોસાયટીમાં હું અને મારી પત્ની મિઠાઈ આપવા ગયા ત્યારે મારી દીકરી કોમલનો ફોન આવ્યો. તે તુ-તાથી વાત કરવા લાગી, તું મારી ગાડીમાં તારી બૈરીને ફરવા લઈ જ કેવી રીતે ગયો. પહેલા મને અને મારી મમ્મી સંગીતાને બેસાડવાની હતી તારે.
મા અને દીકરીએ મને ખૂબ માર માર્યો; મારા ચશ્મા, પેન અને મોબાઇલ તોડી નાખ્યો
પછી વોટ્સએપ પર બહુ ગંદા શબ્દ લખીને ગાળાગાળી કરી. બીજા દિવસે એટલે કે 7-11-2024ના રોજ કોમલને મનાવા તેના ઘરે ગયો ત્યારે એની મા સંગીતા નહોતી. કોમલ મને જોઈને મારા પર તૂટી પડી. મારા ચશ્મા, પેન અને મોબાઇલ તોડી નાખ્યો. બધી તૂટેલી વસ્તુઓ મારી ક્રેટા કારમાં પડી છે. પછી એની મા સંગીતા આવી, પહેલા તો બન્નેએ મળીને મને બહુ માર માર્યો. પછી મારા ખિસ્સામાંથી નવી મર્સિડીઝની ચાવી કાઢી લીધી. પછી આખો દિવસ એમના ઘરે ભૂખ્યો બેસાડી રાખ્યો.
મેં કહ્યું કે મારું ટિફિન મારી નવી મર્સિડીઝમાં છે એ લાવી આપો તો હું જમી લઉં. પણ તેમણે ટિફિન ના લાવી આપ્યું. પછી મેં ઢોલાર ગામના માતાજી હરિભાઈને ફોન કર્યો. એમણે કોમલ સાથે વાત કરી ઢોલાર આવવા કીધું. કોમલ એની ટાટા હેરિયર કારમાં ઢોલાર લઈ ગઈ. એ કહેતી હતી કે મર્સિડીઝમાં તમારી બૈરી બેઠી એટલે હવે હું નહી બેસું, હવે કાં તો મર્સિડીઝની સીટ ફાડી નાખીશ અથવા મર્સિડીઝ તોડી નાખીશ.
ઢોલારના માતાજી હરિભાઈએ સમજાવ્યું કે બાપ સાથે આવું ના કરાય
ત્યાં હરિભાઈએ કોમલને સમજાવ્યું કે બાપ સાથે આવું ના કરાય, ત્યાં અમને જમાડ્યા. પછી ત્યાં ઢોલારથી આવતા કોમલની તેની મમ્મી સંગીતા સાથે વાત થઈ તો તે મને ટાટા હેરિયરમાં મારવા લાગી અને કહે કે મારી મમ્મી કહે છે કે આવતી કાલે તારી બધી પ્રોપર્ટિઝના દસ્તાવેજ કોમલના નામે કરી આપ. ત્યાર બાદ કોમલ મર્સિડીઝના શોરૂમ પર મારી ક્રેટા કાર લેવા ગયેલા ત્યાં રસ્તામાં ફરી મને મારવા લાગી કે અમારા પહેલા તારી બૈરીને મર્સિડીઝમાં બેસાડી જ કેમ.
મે ફરી ઢોલારવાળા હરિભાઈને ફોન કર્યો, તે સુશેન ચાર રસ્તા પાસે અમને મળવા આવ્યા ને કોમલને સમજાવીને અમને રવાના કર્યા. પછી હું અને કોમલ તેની હેરિયરમાં મર્સિડીઝ હતી ત્યાં પહોંચ્યા, ત્યાંથી મારી મર્સિડીઝના કાગળો અને બીજી ચાવી લીધી અને હું મારી ક્રેટા ને કોમલ તેની હેરિયર કારમાં ઘરે જવા રવાના થયા. રસ્તામાં તરસાલી શાક માર્કેટ પહેલાના ચાર રસ્તા પાસેના સિગ્નલ પહેલા ફોન કરી કોમલએ મને રોકી એની હેરિયર કાર છોડીને મારી ક્રેટામાં બેસી ગઈ. મારી ક્રેટા કારમાં ભગવાનની ટ્રે તોડી ભગવાન નીચે ફેંકી દીધા. ત્યાં મને ટોર્ચર કરતી રહી, મારતી રહી.
તારા પત્નીને છોડી દે નહીં તો અમે તારા પર બળાત્કારની ફરિયાદ નોંધાવીએ છીએ
મને કહે કે આજે ને આજે તારી પત્નીને છોડી દે નહીં તો અમે તારા પર બળાત્કારની ફરિયાદ નોંધાવીએ છીએ. હું બે દિવસનો ટાઇમ લઈને જેમ તેમ ઘરે પહોંચ્યો તો કોમલની મા સંગીતાનો વોટ્સએપ પર મેસેજ આવ્યો - કોલ મી. પત્નીથી છુપાઈને જેમતેમ ઉપર જઈને મેં સંગીતાને કોલ કર્યો તો દારૂ પિધેલી હાલતમાં તે મને બહુ ગાળો બોલી. મેં ફોન કાપી નાખ્યો. આજે સવારે ઉઠ્યો તો કોમલનો વોટ્સએપ પર મેસેજ આવ્યો કે મર્સિડીઝ સાથે કોમલનો અને મારો ફોટો ફોસબુક પર મૂક, એને ફોટો વોટ્સએપ પર મોકલી આપેલો.
મેં કીધું મારી પત્નીને દુ:ખ થશે. તો કોમલ બોલી મારે તમારા બૈરી સાથેના સંબંધ ખતમ કરવા છે એટલે મૂકવા કહું છું. ના મૂકે તો હું અને મમ્મી જઈએ પોલીસ સ્ટેશનમાં. ના છૂટકે ગભરાઈને મેં મારા ફેસબુક પર એણે મોકલાવેલો ફોટો મૂક્યો. પછી ઘરેથી ટિફિન લઈને હું નીકળ્યો. કોમલને ફોન કર્યો કે બેટા હું થાકી ગયો છું તમારાથી. હું ક્યાંયક જતો રહું છું આજનો દિવસ, તો એ બોલી પ્રોપર્ટીના દસ્તાવેજ કરી આપ પછી જ્યાં જવું હોય ત્યાં જા નહીં તો અમે પોલીસ સ્ટેશન જઈએ તારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરવા.
હું પેશન્ટ છું આજે નહીં તો કાલે મરવાનું જ છે : આઇ લવ યુ માય ડિયર વાઇફ
હું ગભરાઈ ગયેલો છું. એનો ફોન કાપી મેં ફોન એરોપ્લેન મોડ પર મૂકી દીધો. સીધો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યાંથી લક્ષ્મીબહેન પાસેથી મારી રિવોલ્વર લીધી, એક જગ્યાએ ઊભા રહી મેસેજ ટાઇપ કર્યો. હું ડાયાબિટીઝ, હાઇ બ્લડ પ્રેશર, પાર્કિન્સનનો પેશન્ટ ઓલરેડી છું. આજે નહીં તો કાલે મરવાનો છું. પણ જો કોમલ અને તેની મા સંગીતા પ્રોપર્ટી માટે બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી દે તો મારી ૩8 વર્ષની મહેનત અને કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ તરીકે કમાવેલું નામ માટીમાં મળી જાય અને મારી પત્નીને સમાજના મહેણા સાંભળવા પડે તે અલગ.
આ વાતમાં મારી પત્નીનો શું દોષ ? એ તો મને પહેલેથી જ કહેતી હતી કે આ છોકરી અને એનું કુટુંબ સારું નથી. હું સમજું છું કે મારા આ કૃત્યથી મારી પત્નીને બહુ આઘાત પહોંચશે પણ મારી પાસે કોમલ અને એની મા એ આપઘાત સિવાય કોઈ વિકલ્પ છોડ્યો નથી. મારી પત્ની માટે એટલું જ કહીશ કે એ ખૂબ જ ધાર્મિક છે મને બહુ જ પ્રેમ કરે છે. આઇ ઓલસો લવ યુ માય ડિયર વાઇફ. મને માફ કરજે મારી પત્ની જાગૃતિ મૂરજાણી ભગવાન મને આવતા જન્મમાં પણ તું જ પત્ની તરીકે આપે એવું માંગીશ.
મારા ભત્રીજાની નાની દીકરી રીચાની સોલો આર્બિટેટર તરીકે નિમણૂંક કરું છું
ઉપરની પ્રોપર્ટી સિવાય દાંડિયા બજારમાં મોબાઇલ મેનિયા નામના ૩ માળ છે એમાં મારું 40 ટકા ભાગનું રોકાણ છે. તે સિવાય આણંદ શહેરમાં એક દુકાન છે તેમાં પણ મારો 40 ટકા ભાગ છે. મોબાઇલ મેનિયા અને આણંદમાં બાકી 60 ટકામાં મારે ત્યાં અગાઉ નોકરી કરતી છોકરી તૃપ્તિ પરીખના 40 ટકા અને તેના પતિ સમીર પરીખના 20 ટકા છે. અહીં ચોખવટ કરું છું કે તૃપ્તિ પરીખની 22 વર્ષની મારે ત્યાં નોકરી દરમિયાન તેને એક પણ રૂપિયા આપ્યા વગર જાગૃત નાગરિકની પ્રોપર્ટીમાં નામ નખાવી દસ્તાવેજ કરાવેલ છે. તૃપ્તિ પરીખના નામનું મે રજિસ્ટર્ડ વીલ કરેલ હતું એ વીલ પણ કેન્સલ કરી રજિસ્ટર કરેલું છે.
તૃપ્તિ પરીખના નામનું નારાયણ ડુપ્લેક્સનું બાનાખત નોટરી કરેલું હતું તે પણ નોટરી કેન્સલ કરેલું છે. મારી એલઆઇસી કે મ્યુચ્યુઅલ ફંડના જે પૈસા આવે તે મારી પત્ની જાગૃતિને મળે. મારી બધી પ્રોપર્ટી મારી પત્ની જાગૃતિના નામે થાય એવી મારી આખરી ઇચ્છા છે. કોમલ સિકલીગર કે તેની માના નામે મારી કોઈ ચલ કે અચલ પ્રોપર્ટી પર કોઈ હક્ક, વારસો રહેશે નહીં. તેને સખત સજા થાય તેવી મારી ઇચ્છા છે. બધી જ ચલ અચલ સંપત્તિ પર અધિકાર માત્રને માત્ર મારી પત્ની જાગૃતિ મૂરજાણીનો રહેશે. આ લેખની કાર્યવાહી કરવા માટે હું મારા ભત્રીજા જગદીશ મૂરજાણીની નાની દીકરી રીચા મૂરજાણી-ગોસ્વામીની સોલો આર્બિટેટર તરીકે નિમણૂંક કરું છું. અંતમાં મારી પત્ની જાગૃતિ મૂરજાણીને સલામ.