વડોદરા શહેર અને જિલ્લામાં રક્તપિત દર્દી શોધ ઝુંબેશમાં એક અઠવાડિયામાં 13 દર્દી મળી આવ્યા

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
વડોદરા શહેર અને જિલ્લામાં રક્તપિત દર્દી શોધ ઝુંબેશમાં એક અઠવાડિયામાં 13 દર્દી મળી આવ્યા 1 - image

image : Freepik

Leprosy Case in Vadodara : વડોદરા શહેર જિલ્લામાં તા.10 જુનથી તા.4 જુલાઈ દરમ્યાન રક્તપિત દર્દી શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમ્યાન 1687 ટીમ દ્વારા કુલ 24.56 લાખ લોકોનો રક્તપિત 'માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ હેઠળ પ્રથમ અઠવાડિયામાં આરોગ્ય ટીમો દ્વારા 145210 ઘરોની  મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કુલ 5,90,775 લોકોની રક્તપિત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી 807 લોકોને રક્તપિતના શંકાસ્પદ લક્ષણો જણાયેલ હતા. જેમની મેડીકલ ઓફિસર અને જિલ્લા રક્તપિત ટીમ દ્વારા સઘન તપાસણી કરતા રક્તપિતના 13 દર્દી મળી આવ્યા છે. જે પૈકી 3 દર્દીઓને પી.બી પ્રકારનો જયારે 10 દર્દીઓને એમ.બી પ્રકારનો રક્તપિત જોવા મળ્યો છે. રક્તપિત દર્દી શોધ ઝુંબેશ અંતર્ગત મળી આવેલા 13 દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ તેમના કુટુંબના સભ્યોની પણ સધન આરોગ્ય તપાસ કરી એક સીંગલ ડોઝ-રકતપિતના પ્રિવેલન્સ માટે દવા ગળાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં 194 અને મહાનગરપાલિકા વિસ્તારમાં 76 મળી કુલ 270 દર્દીઓને રક્તપિત્તની સારવાર આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં જાન્યુઆરીમાં યોજાયેલ રક્તપિત્ત દર્દી શોધ ઝૂંબેશ દરમિયાન પાંચ લાખ ઉપરાંત ઘરોની 22.47 લાખ વસતીની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ ઝૂંબેશ દરમિયાન જિલ્લામાં કુલ 72 રક્તપિત્તના દર્દીઓ મળી આવ્યા હતા. જેની સારવાર હાલ ચાલી રહી છે. વડોદરાનો હાલનો પ્રીવેલન્સ રેટ 0.70 છે.


Google NewsGoogle News