વડોદરામાં દિપડાના અસ્તિત્વ પર સવાલ,ચાણોદ પાસે ટ્રેનની અડફેટે દિપડો કપાયોઃ1વર્ષમાં 5 મો બનાવ

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
વડોદરામાં દિપડાના અસ્તિત્વ પર સવાલ,ચાણોદ પાસે ટ્રેનની અડફેટે દિપડો કપાયોઃ1વર્ષમાં 5 મો બનાવ 1 - image
symbolic
વડોદરાઃ ડોદરા જિલ્લામાં દીપડાના મોતના એક પછી એક બનાવો બની રહ્યા હોવાથી દિપડાના અસ્તિત્વ સામે સવાલ ઉભો થયો છે.આજે વહેલી સવારે યાત્રાધામ ચાણોદ નજીક ટ્રેનની અડફેટે એક દીપડો કપાઇ ગયો હોવાનો બનાવ બનતાં ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી કરી હતી
.

વડોદરા જિલ્લામાં એક વર્ષના ગાળામાં દીપડાના મોતનો પાંચમો  બનાવ બન્યો છે.કરજણના મેથી ખાતે વાડમાં ફસાયેલા દિપડાનો મૃતદેહ મળ્યો હતો.જ્યારે વાઘોડિયા અને સાવલીમાં પણ દીપડાના મૃતદેહ મળ્યા હતા.૨૦ દિવસ પહેલાં પોર પાસે ઝાડીમાં ફસાયેલા દીપડાનો મૃતદેહ મળ્યો હતો.

આજે વહેલી સવારે યાત્રાધામ ચાણોદ પાસે ઓરસંગ નદી પાસે ગામડી પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પરથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો.ટ્રેનની અડફેટે આવી ગયેલા અંદાજે ૧૨ વર્ષના દીપડાના બંને પગ કપાઇ ગયા હતા.જેથી ગ્રામજનો ભેગા થઇ ગયા હતા.

બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતાં ડભોઇના આરએફઓ કલ્યાણી ચૌધરી અને સ્ટાફે ડભોઇ ખાતે દીપડાના મૃતદેહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ કરી હતી અને ત્યારબાદ અગ્નિદાહ આપી અંતિમવિધિ કરી હતી.

ચાણોદ ખાતે પાંચ દીપડા પાંજરે પુરાયા હતા,ખેડૂતોમાં ખો

ડભોઇ નજીકના ચાણોદ ખાતે છેલ્લા કેટલાક સમયથી દીપડા વધુ પ્રમાણમાં દેખાઇ રહ્યા છે.ચાણોદ અને આસપાસના ગામોમાં દિપડા દ્વારા પશુઓના મારણના તેમજ તેના પગની છાપ મળી આવવાના અગાઉ બનાવો બન્યા હતા.ચાણોદ નજીકના નવા માંડવા, નંદેરિયા,સતિષણા ગામ જવાના માર્ગે  અગાઉ પાંચ દીપડા પાંજરે પુરાયા હતા.જેને કારણે ખેડૂતોમાં ગભરાટની લાગણી જોવા મળી રહી છે.

શિનોરના અવાખલ વિસ્તારમાં પણ દીપડો દેખાયો

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ ગામ પાસે પણ દીપડાની હાજરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.તાજેતરમાં અવાખલ થી તેરસા જવાના માર્ગે દીપડાએ દેખા દીધી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.દીપડાના પગલાં પણ મળી આવતાં ગ્રામજનો સતર્ક થઇ ગયા છે.


Google NewsGoogle News