ધરમપુરમાં કૂવામાં પડેલા દીપડાને પથ્થરો મારી મારી નાંખ્યા બાદ ચામડું મહારાજને ભાડેથી આપ્યું
જે ખેતરમાં દીપડો પડ્યો હતો તે કૂવો સરકારી કર્મચારીનો હતો
symbolic |
પ્રાપ્ત વિગતો મુજબ,વલસાડના ધરમપુર ખાતે બે મહિના પહેલાં કેટલાક લોકો દીપડાના ચામડાનો સોદો કરવા માંગતા હોવાની વિગતો મળતાં વડોદરાના કાર્યકર રમેશભાઇ આઇસ અને ટીમના માણસોએ ફોરેસ્ટ વિભાગ સાથે વોચ રાખી હતી.
તેમણે છટકું ગોઠવી પાણી પૂરવઠાના એક કર્મચારી સહિત સાત જણાને ઝડપી પાડયા હતા અને દીપડાનું ચામડું કબજે લીધું હતું.પૂછપરછ દરમિયાન આરોપીઓએ સરકારી કર્મચારીના કૂવામાં પડી ગયેલા દીપડાને પથ્થરો મારીને મારી નાંખ્યા બાદ બકરાં કાપતા શખ્સની મદદથી તેનું ચામડું અને મૂંછકાઢી લઇ દાટી દીધો હોવાની વિગતો ખૂલી હતી.જેથી ફોરેસ્ટ વિભાગે બતાવેલી જગ્યાએ ખોદકામ કરાવતાં દીપડાના અવશેષો મળી આવ્યા હતા.
મહારાષ્ટ્રના મહારાજને ગાદી પર મુકવા માટે દીપડાનું ચામડું ભાડે આપ્યું
રૃપિયાનો વરસાદ અને તાંત્રિક વિધિ માટે ટોળકી દ્વારા વન્યજીવોનો ઉપયોગ
વન્યજીવોનો સોદો કરતી ગેંગ દ્વારા રૃપિયાનો વરસાદ કરવા માટે તેમજ તાંત્રિક વિધિ માટે વન્યજીવોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,વન્યજીવોનો સોદો કરતી ગેંગ દ્વારા જુદાજુદા કારણોસર જીવોનો ઉપયોગ કરવામાં આવતો હતો.આ પૈકી દીપડાનું ચામડું મહારાષ્ટ્રના એક મહારાજને તેમની ગાદી પર મુકવા માટે ભાડે આપ્યું હતું.પરંતુ ત્યારબાદ ટોળકીએ ગ્રાહકને શોધવા માંડતા ફોરેસ્ટના છટકામાં તેઓ પકડાઇ ગયા હતા.
વન્યજીવોનો સોદો કરતી ગેંગ દ્વારા રૃપિયાના વરસાદ તેમજ તાંત્રિક વિધિ માટે જીવોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
વાઘનું ચામડું ડુપ્લિકેટ હોવાની આશંકા, ફોરેન્સિકની મદદ લીધી
વન્યજીવોના સોદા કરનાર ગેંગ પાસે મળેલું વાઘનું ચામડા પર પ્રિન્ટિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે.જેથી વાઘનું ચામડું અસલ છે કે નહિં તેની તપાસ માટે દહેરાદુન ફોરેન્સિક લેબોરેટરીની મદદ લેવામાં આવી છે.