સિકંદરપુરા ગામની પ્રાથમિક શાળામાંથી લેપટોપની ચોરી
ભાયલી ગામે રહેતા શિક્ષિકાના બંધ મકાનમાંથી ચોરી
વડોદરા,ભાયલી ગામમાં રહેતા શિક્ષિકા અને વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ચોરી થઇ હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાયલી ગામે નવરચના યુનિવર્સિટીની પાછળ પ્રથમ વિસ્ટામાં રહેતા નિશાબેન છગનભાઇ પરમાર રાયકા ગામની હાઇસ્કૂલમાં શિક્ષિકા છે. ગત તા. છઠ્ઠીએ તેઓ માતા સાથે ઘર બંધ કરીને બહેનના ઘરે પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તેમના ઘરની બારીની ગ્રીલ તોડી ચોર ટોળકી ઘરમાંથી સોનાના દાગીના અને રોકડા ૧૦ હજાર તથા ૪૦૦ પાઉન્ડની ચોરી કરી ગઇ હતી. ૯૩ હજારની ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાંથી ગત તા. ૨૭ મી એપ્રિલથી ૨૯ મી એપ્રિલ દરમિયાન ચોર લેપટોપ લઇ ગયો હતો. શાળાનો કોઇ વિદ્યાર્થી ભૂલથી લઇ ગયો હશે તે પરત આપી દેશે. તેવું વિચારી બાળકોને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ, કોઇ ફળદાયક હકીકત નહીં મળતા સ્કૂલના આચાર્યાએ છેવટે ફરિયાદ કરી હતી.