ટ્રાઇડન્ટ સર્કલ પાસે શેરડી સાથે શ્રમજીવીનો હાથ પણ પીલાઇ ગયો

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ટ્રાઇડન્ટ સર્કલ પાસે શેરડી સાથે શ્રમજીવીનો હાથ પણ પીલાઇ ગયો 1 - image

વડોદરાઃ રેસકોર્સ વિસ્તારમાં આજે બનેલા એક બનાવને પગલે લોકોમાં અરેરાટી વ્યાપી હતી.

 રેસકોર્સના ટ્રાઇડન્ટ સર્કલ પાસે આજે બપોરે શેરડીનું કોલું ચલાવતી વખતે ધર્મેશ ડામોર નામના યુવકનો હાથ પણ શેરડી સાથે મશીનમાં પીલાઇ જવાનો બનાવ બન્યો હતો.હાથ ફસાતાં મશીન બંધ થઇ ગયું હતું.પરંતુ હાથ નીકળી શકતો નહતો.જેથી ફાયર બ્રિગેડની મદદ લેવાતાં તેમણે હાથ બહાર કાઢી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો.


Google NewsGoogle News