વડોદરામાં માંજલપુરની કન્સ્ટ્રક્શન સાઇટ પર બીજા માળેથી શ્રમજીવી પટકાયો

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
વડોદરામાં માંજલપુરની કન્સ્ટ્રક્શન સાઇટ પર બીજા માળેથી શ્રમજીવી પટકાયો 1 - image

image : Freepik

વડોદરા,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર

વડોદરાના માંજલપુરની કન્સ્ટ્રક્શન સાઇટ પર બીજા માળેથી શ્રમજીવી જ્યારે પ્રતાપનગર લલિતા ચાલમાં દાદર પરથી યુવક પટકાયો હતો.

 માંજલપુર સાંઈ ચોકડી નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા 40 વર્ષીય કમરસિંગ શંકરભાઈ ધારવા ઉમર 40 રહે. દાહોદ જિલ્લો બીજા માળેથી નીચે પડતા ઇજા પહોંચી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજા બનાવ મુજબ પ્રતાપ નગરની લલિતા ચાલમાં રહેતા 44 વર્ષીય અરવિંદ અભેસિંગ ગોહેલ ગત રાત્રે 9:15 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે દાદર પરથી પડી જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


Google NewsGoogle News