લિફ્ટમાં ઉપર જતા સમયે શ્રમજીવી નીચે પટકાતા મોત

નવી બંધાતી સાઇટો પર શ્રમજીવીઓ જીવ ગુમાવે છે, પણ તંત્ર કડક કાર્યવાહી કરતું નથી

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News

 લિફ્ટમાં ઉપર જતા સમયે શ્રમજીવી નીચે પટકાતા મોત 1 - imageવડોદરા,કલાલી તલસટ રોડ  પર નવી બંધાતી જે.પી.પીષ્માં સાઇટ  પર કામ કરતો શ્રમજીવી માલ સામાનની  હેરાફેરી માટેની લિફ્ટમાંથી નીચે પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેનું મોત થતા માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ દાહોદના વિસલાંગા ગામમાં રહેતો હરસીંગભાઇ લુજીયાભાઇ ભૂરિયા હાલમાં કલાલી તલસટ  રોડ  પર નવી બંધાતી જે.પી.પીષ્માં નામની સાઇટ પર મજૂરી કામ કરે છે. તેની સાથે તેની પત્ની અને છોકરો પણ અહીંયા જ રહે છે. આજે સવારે તે અગિયારમા માળે કામ કરતો હતો. ત્યારબાદ ચા નાસ્તો કરવા માટે તે નીચે ગયો હતો. ત્યારબાદ માલ સામાનની હેરાફેરી માટે મૂકેલી લિફ્ટમાં બેસીને તે અગિયારમા માળે  જઇ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તે નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. 

ઉલ્લેખનીય છે કે, નવી બંધાતી સાઇટ પર સુરક્ષા અને સલામતીના ધોરણોમાં ચોક્સાઇ જળવાતી નથી. દુર્ઘટના પછી લેબર ઓફિસ તથો કોર્પોેરેશનનું એન્જિનિયરીંગ વિભાગ દોડી જાય છે. અને સલામતી સાથે ચેડાં કર્યા હોય તો સાઇટ બંધ કરાવી દે છે. તેની જગ્યાએ અગાઉથી જ કડક ચેકિંગ કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓને રોકી શકાય. 


Google NewsGoogle News