Get The App

વડોદરામાં કરજણ તાલુકાના કંડારી ગામે પહેલા માળેથી પડી જતા શ્રમજીવીનું મોત

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં કરજણ તાલુકાના કંડારી ગામે પહેલા માળેથી પડી જતા શ્રમજીવીનું મોત 1 - image

image : Freepik

વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામની એક પ્રાઇવેટ કંપનીમાં સેન્ટરીંગનું કામ ચાલતું હતું. દરમિયાન લેટ ખસી જવાથી તે કસમજીવી પહેલા માળેથી ભોંય તળિયા પર પડી ગયો હતો તેથી ગંભીર ઇજા પહોંચી હોવાથી તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના કંડારી ગામે ડીઓન ટેકનોલોજી કંપની આવેલી છે. આ કંપનીમાં મૂળ ઉત્તર પ્રદેશના આકાશકુમાર સમારું રામ ઉંમર 23 મજૂરી કામ કરતા હતા. ગત સવારે 9:45 વાગ્યે તેઓ કંપનીમાં સેન્ટરીંગ માટે લોખંડની પ્લેટ ગોઠવતા હતા. દરમિયાન લોખંડની પ્લેટ ખસી જતા અકસ્માતે આકાશ પહેલા માળેથી સિમેન્ટના ફ્લોરિંગવાળા ભોંય તળિયા પર પડ્યો હતો તેથી ગંભીર ઈજા પહોંચે હતી તેને તાત્કાલિક ઓર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.કરજણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News