પાણીગેટ શાક માર્કેટનો બનાવ દીકરાને ઠપકો આપનારના ગળા પર ચાકૂ ફેરવી દીધું

પોલીસે આરોપીને ઝડપી પાડી ચાકૂ કબજે લીધું

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
પાણીગેટ શાક માર્કેટનો બનાવ  દીકરાને ઠપકો આપનારના ગળા  પર ચાકૂ ફેરવી દીધું 1 - image

વડોદરા,દીકરાને ઠપકો આપનાર શખ્સ પર પિતાએ ચાકૂથી હુમલો કરી ગળા પર ગંભીર ઇજા પહોંચાડી  હતી. જે અંગે ઇજાગ્રસ્તે  પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પાણીગેટ બાવામાનપુરા મદની મહોલ્લામાં રહેતો હુસેનશા હજરતશા દિવાન ગઇકાલે પાણીગેટ શાક માર્કેટ પાસે મિત્ર શબ્બીરની લારી પાસે મોપેડ પાર્ક કરીને બેઠો હતો. તે દરમિયાન મહેન્દ્ર ઉર્ફે રાજા બબાભાઇ  પાછળથી દોડતો આવ્યો હતો. તું મારા છોકરાને કેમ બોલ્યો ? તેવું કહીને આરોપીએ બ્લેડ જેવા ચાકૂ વડે હુસેનશાના ગળા પર ગંભીર ઇજા  પહોંચાડી  હતી. સાંજનો સમય  હોવાથી શાક માર્કેટમાં લોકોની ભીડ હતી. તે સમયે જ હુમલો થતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. બનાવના પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે મહાવ્યથાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી હુમલો કરવામાં વપરાયેલું ચાકૂ કબજે લીધું છે.


Google NewsGoogle News