ઉત્તરાયણ નિમિત્તે સંવેદનશીલ વિસ્તારોમાં SRP સહિત જંગી પોલીસ કાફલો ખડકાયોઃચાઇનીઝ તુક્કલો અને રીલો કબજે

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
ઉત્તરાયણ નિમિત્તે સંવેદનશીલ વિસ્તારોમાં SRP સહિત જંગી પોલીસ કાફલો ખડકાયોઃચાઇનીઝ તુક્કલો અને રીલો કબજે 1 - image

વડોદરાઃ ઉત્તરાયણના પર્વ દરમિયાન કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને તે માટે શહેર પોલીસ કમિશનરે સંવેદનશીલ વિસ્તારો સહિત તમામ સ્થળોએ પોલીસ કાફલો ખડકી દીધો છે.

પોલીસ કમિશનરે ચાર દરવાજા અને આસપાસના વિસ્તારોમાં એસઆરપીની ત્રણ કંપનીઓને ફાળવી છે.જ્યારે સ્થાનિક પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા ધાબા પોઇન્ટો પરથી પણ નજર રાખવામાં આવનાર છે.

પતંગબાજોને શાંતિપૂર્વ રીતે ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે.ભડકાઉ મેસેજો અને સ્પીકરો પર વાગતા ગીતો પર પણ પોલીસની નજર રહેશેપોલીસે પતંગ બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને ૨૫ થી વધુ માથાભારે તત્વોને રાઉન્ડ અપ કર્યા હતા.

ચાઇનિઝ દોરી અને તુક્કલ માટે પણ પોલીસે કડક વલણ અપનાવ્યું છે.પતંગ બજારોમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

વારસીયામાં કારમાંથી ૭૩૦ ચાઇનીઝ તુક્કલ સાથે બે પકડાયા

ફતેગંજમાં ચાઇનીઝ તુક્કલ અને રીલ સાથે બે ની અટકાયત

વારસીયા વિસ્તારમાં ચાઇનીઝ તુક્કલોની ડિલિવરી આપવા માટે માંજલપુરનો એક શખ્સ આવનાર હોવાની વિગતોને પગલે એસઓજીએ સિંધુસાગર તળાવ પાસે વોચ રાખી હતી.

પોલીસે કાર લઇ આવેલા દિક્ષિતસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી(વૈકુંઠધામ,માંજલપુર)ને ઝડપી પાડી રૃ.૧૪૬૦૦ની કિંમતની ૭૩૦ તુક્કલ કબજે કરી ડિલિવરી લેવા આવેલા તુષાર કિશોરભાઇ છતાણી(રવિપાર્ક, વારસીયા)ની પણ અટકાયત કરી હતી.

સયાજીગંજ પોલીસે ફતેગંજમાં તપાસ કરી ચિરાગ ઘનશ્યામભાઇ ઓડ(સયાજીનગર સોસાયટી,ખોડીયારનગર)ને ૩૦ નંગ ચાઇનિઝ તુક્કલ સાથે અને સલમાન સલીમભાઇ શેખ(રાજીવ આવાસ યોજના, કલ્યાણનગર)ને ચાર ચાઇનીઝ રીલ સાથે ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News