Get The App

હોટલના સેલ્સ ડાયરેક્ટરે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

ત્રણ મહિના પહેલા જ નોકરી શરૃ કરી હતી : આપઘાતનું કારણ અકબંધ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
હોટલના સેલ્સ ડાયરેક્ટરે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું 1 - image

વડોદરા,શહેરની એક્સપ્રેસ  હોટલમાં સેલ્સ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા કર્મચારીએ અગમ્ય કારણોસર ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુરની વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ૫૧ વર્ષના દિનેશભાઇ રામસ્વરૃપ સૂર્યા એક્સપ્રેસ હોટલમાં નોકરી કરતા હતા. પરંતુ, છેલ્લા એક અઠવાડિયાથી તેઓ નોકરી પર ગયા નહતા. તેમના ભત્રીજાએ ભાયલી વિસ્તારમાં લીધેલા નવા મકાન લીધું હોઇ ગઇકાલે પરિવાર ત્યાં ગયો હતો.  પરિવારે તેઓને  પણ આવવા જણાવ્યંું  હતું. પરંતુ, તેઓ ગયા નહતા. રાતે આઠ વાગ્યે પરિવાર સાથે તેમણે મોબાઇલ ફોન પર વાતચીત કરી હતી. આજે વહેલી સવારે તેમના પરિવારજનો ઘરે પરત આવ્યા હતા. ત્યારે ગ્રાઉન્ડ ફ્લોરનો દરવાજો બંધ હોઇ પરિવારજનો ઉપરના માળે જઇને સૂઇ ગયા હતા. બપોર સુધી દિનેશભાઇએ દરવાજો નહીં ખોલતા  પરિવારે નીચે જઇને તપાસ કરતા દિનેશભાઇ ફાંસો ખાધેલી હાલતમાં હતા. જે અંગે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જઇને મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, દિનેશભાઇને પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા પછી તેમણે બીજા લગ્ન ૧૨ વર્ષ પહેલા કર્યા હતા. આપઘાતનું ચોક્કસ કારણ  હજી જાણી શકાયું નથી. હોટલનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, દિનેશભાઇ છેલ્લા ત્રણ મહિનાથી નોકરી કરતા હતા અને તેઓ સેલ્સ ડાયરેક્ટર હતા.


Google NewsGoogle News