પોલીસના પથિક સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન નહિં કરાવી ગ્રાહકોની માહિતી છુપાવનાર હોટલ સંચાલક પકડાયો
વડોદરાઃ ગ્રાહકોની માહિતી અને કેમેરાના બેકઅપ નહિં રાખનાર વધુ એક હોટલ સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.
હોટલોમાં રોકાતા ગ્રાહકો માટે પોલીસનું પથિક સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં વાસણારોડ મનિષા ચોકડી નજીક આવેલી યુવરાજ હોટલના સંચાલકે તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નહતું.
એસઓજીની ટીમે તપાસ કરતાં સીસીટીવીનું ત્રણ મહિનાનું બેકઅપ અને ગ્રાહકોના રજિસ્ટર અંગેની પણ માહિતી મળી આવી નહતી.જેથી પોલીસે સંચાલક દિપક મોહનલાલજી તેલી(ગોલ્ડન નેસ્ટ,મનિષા ચોકડી પાસે,વાસણારોડ)સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયત કરી હતી.