ફતેગંજ,ખોડીયાર નગર અને હરણી રોડ પરથી ત્રણ બાઇક ચોરનાર પકડાયો,અગાઉ પણ પાંચ વાહન ચોર્યા હતા

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
ફતેગંજ,ખોડીયાર નગર અને હરણી રોડ પરથી ત્રણ  બાઇક ચોરનાર પકડાયો,અગાઉ પણ પાંચ વાહન ચોર્યા હતા 1 - image

વડોદરાઃ શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી ટુવ્હીલરોની ઉઠાંતરી કરતા વાહનચોરને ઝડપી પાડતાં ત્રણ બાઇક ચોરીનો ભેદ ખૂલ્યો છે.

વારસીયા વિમાના દવાખાનાની ગલીના નાકેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકર સોનુભાઇ મારવાડી(ખારી તલાવડી,વારસીયા)ને બાઇક સાથે ઝડપી પાડી કાગળો માંગતા મળ્યા નહતા.તપાસ દરમિયાન તેણે સાગરીત સાથે ફતેગંજમાંથી મોટરસાઇકલ ચોર્યાની વિગતો ખૂલી હતી.વધુ તપાસ દરમિયાન ખોડિયાર નગર અને હરણી રોડ પરથી પણ બે બાઇકની ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી.

પોલીસના કહ્યા પ્રમાણે,શંકર મારવાડી અગાઉ પણ પાંચ વાહનચોરીના કેસમાં પકડાયો હતો અને તેને પાસા હેઠળ ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યો હતો.


Google NewsGoogle News