Get The App

હરણી રોડ પરથી ચોરીની બાઇક સાથે રીઢો આરોપી પકડાયો

અમદાવાદ અને આણંદના બે ગુનાનો ભેદ ઉકલ્યો : બાઇક, લેપટોપ અને મોબાઇલ કબજે

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
હરણી રોડ પરથી ચોરીની બાઇક સાથે રીઢો આરોપી પકડાયો 1 - image

વડોદરા,વારસિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હરણી રોડ નક્ષત્ર કોમ્પલેક્સ પાસેથી એક બાઇક ચાલકને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયો હતો. જેની  પૂછપરછ દરમિયાન આણંદ અને અમદાવાદના ચોરીના બે ગુનાના ભેદ ઉકલ્યા છે.

વારસિયા પોલીસે નક્ષત્ર કોમ્પલેક્સ  પાસેથી અમિત ઉર્ફે નવીનભાઇ દરજી ( રહે.વિશ્વકર્મા સોસાયટી, નટુભાઇ મિસ્ત્રીના ભાડાના મકાનમાં, લાલ અખાડા, ફતેપુરા) ને શંકાસ્પદ  હાલતમાં ઝડપી  પાડયો હતો.તેની પાસેથી બાઇક,લેપટોપ, મોબાઇલ ફોન, રોકડા રૃપિયા તથા ચોરી કરવા માટે વપરાતું ગણેશિયું મળીને કુલ રૃપિયા ૫૯,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પી.આઇ.એસ.એમ. વસાવાએ હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આણંદ ડેરી રોડ પર આવેલા પેટ્રોલપંપ સામે કોમ્પલેક્સના પાર્કિંગમાંથી બાઇક ચોરી હોવાનું કબૂલ્યું હતું. તેમજ અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં એક દુકાનનું શટર ઉંચુ કરીને એક લેપટોપ અને બે મોબાઇલ ફોનની ચોરી કરી હતી. આરોપી ડૂપ્લિકેટ ચાવીથી બાઇક ચોરી કરવાની આદત વાળો છે.  આરોપી  જૂના કપડા રિપેર કરવાના ધંધાની આડમાં ચોરી કરતો હતો. આરોપી સામે રાજ્યના અલગ - અલગ જિલ્લામાં ગુનાઓ નોંધાયા છે.


આરોપી સામે ૫૨ ગુનાઓ નોંધાયા છે, બે વખત સજા થઇ છે

વડોદરા,પોલીસે પકડેલા આરોપી સામે અગાઉ આણંદ, ભરૃચ, વડોદરા શહેર, સુરતમાં કુલ ૫૨ ગુનાઓ નોંધાયા છે. આરોપી બે વખત પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટયો છે. જે અંગે વરણામા તથા ભરૃચ રૃરલ  પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે. ભરૃચ રૃરલના કેસમાં આરોપીને ૧૦ વર્ષ તથા ચકલાસી લૂંટ કેસમાં ૭ વર્ષની સજા થઇ છે.


Google NewsGoogle News