વડોદરામાં વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તુટ્યો

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તુટ્યો 1 - image

image : Freepik

Chain Snatching in Vadodara : વડોદરાના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર શ્રીવાટિકા ડુપ્લેક્સમાં રહેતા 75 વર્ષના શારદાબેન વિનુભાઈ વસાવા ગઈકાલે સાંજે 6:15 વાગે ચાલતા નીકળી નજીકમાં આવેલ સુગમ પાર્ક ત્રણ રસ્તા પાસે બાંકડે બેસવા ગયા હતા ત્યાં તેમની બેનપણીઓ સાથે વાતચીત કરીને રાત્રે 9:45 વાગે શારદાબેન તથા તેમના બેનપણી સોસાયટી તરફ જતા હતા. સોસાયટીના ગેટ પાસે 10:00 વાગે પાછળથી એક છોકરો દોડતો આવી તેમના ગળામાંથી સોનાની ચેન ખેંચીને મોટરસાયકલ પાછળ બેસીને તેના સાગરીત સાથે ભાગી છૂટ્યો હતો. શારદાબેને બુમા બુમ કરતાં આજુબાજુના માણસો દોડી આવ્યા હતા અને આરોપીઓને  પકડવા માટે પાછળ દોડ્યા હતા પરંતુ તેઓ ભાગી ગયા હતા. બનાવ અંગે કપુરાઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News