Get The App

જાંબુવા વુડાના મકાનમાં છતનો ભાગ ધરાશાયી થતા બાળકી ઘાયલ

અગાઉ છત પડતી ઘાયલ થયેલી મહિલાનું મોત થયું હતું

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News

 જાંબુવા વુડાના મકાનમાં છતનો ભાગ ધરાશાયી થતા બાળકી ઘાયલ 1 - imageવડોદરા,જાંબુવામાં આવેલા આવાસ યોજનાના ખખડધજ થઇ ગયેલા મકાનની છતનો થોડો ભાગ ધરાશાયી થઇને  પડતા એક બાળકીને ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સ્થિર છે.

 શહેરના જાંબુવા વિસ્તારના વુડાના મકાનો છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે. કોર્પોેરેશનના વિપક્ષી નેતાએ પણ આ અંગે અગાઉ રજૂઆત કરી હતી.તેમ છતાંય તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહીં આવતા આજે સવારે ફરીથી દુર્ઘટના ઘટી હતી. વુડાના મકાનની છતનો ભાગ ધરાશાયી થઇને પડતા એક બાળકીને ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ  પણ આવાસ યોજનાના મકાનનો સ્લેબ એક મહિલા પર પડતા ગંભીર ઇજા થઇ હતી. તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.


Google NewsGoogle News