વડોદરાના ફતેગંજમાં યુવતીએ ઝેરી દવા પી લેતા મોત

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
વડોદરાના ફતેગંજમાં યુવતીએ ઝેરી દવા પી લેતા મોત 1 - image

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

ફતેગંજમાં યુવતીએ ગત બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

ફતેગંજ ભરવાડ વાસમાં રહેતા 40 વર્ષીય વંદનાબેન નરેન્દ્રભાઈ ચંદ્રવશી છેલ્લા કેટલાક સમયથી તનાવગ્રસ્ત રહેતા ગત બપોરે 3:15 વાગ્યે તેઓ પોતાના ઘરે હતા ત્યારે આવેશમાં આવી જઈ અજ્ઞાત કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

સયાજીગંજ પોલીસના જણાવ્યા મુજબ હાલમાં તપાસ ચાલુ છે.‌ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.


Google NewsGoogle News