Get The App

માતાની અંતિમ વિધિ આટોપી ગરબા ગાયકે સ્ટેજ સંભાળી લીધું

વડોદરામાં છાણી વિસ્તારમાં યોજાતા ખોડલધામ આયોજીત ગરબા મહોત્સવની ઘટના

Updated: Oct 5th, 2022


Google NewsGoogle News
માતાની અંતિમ વિધિ આટોપી ગરબા ગાયકે સ્ટેજ સંભાળી લીધું 1 - image


વડોદરા : લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ-કાગવડના વડોદરા એકમ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખોડીદાસભાઈ મારૃ નામના ગાયકે માતાનું અવસાન થતાંં અંત્યેષ્ટિ ક્રિયા આટોપીને ફરી મંચ સંભાળી લીધો હતો. 

વડોદરામાં શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા ગરબા ગાયક ખોડીદાસભાઈના ૮૪ વર્ષના માતા ડાયીબેન ભાવનગરના વરતેજ ખાતે રહે છે. નવરાત્રિના આગલા દિવસે ખોડીદાસભાઇ ગરબા સ્થળે સાઉન્ડ સિસ્ટમ ચકાસતા હતા ત્યારે માતાના અવસાનનો ફોન આવતા ગાયક વૃંદના આગેવાન ફાલ્ગુનીબેન ભેસાણિયાએ ખોડીદાસભાઇને તુરંત વરતેજ પહોંચવા કહ્યું હતું જો કે ખોડીદાસભાઇ માતાની અંતિમ વિધિ પૂર્ણ કરી ફરી વડોદરા આવી ગયા અને ત્રીજા નોરતાથી ફરી મંચ સંભાળીને નવરાત્રિના બાકીના નોરતામાં કંઠના કામણ પાથરી ખેલૈયા માટે મેદાન જીવંત કરી દીધું. તેઓ ૨૭ વર્ષથી ગાયન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને ફાલ્ગુની પાઠક જેવા નામી કલાકારો સાથે પણ કામ કરી ચૂક્યા છે. ખોડલધામ ટ્રસ્ટ- વડોદરાના પ્રમુખ કુમુદ અકબરીએ કહ્યું હતું કે આયોજનનો મુખ્ય હેતુ સમાજની એકતા અને અખંડિતા જળવાઈ રહે અને આથક રીતે નબળા લોકોની દીકરીઓને મોંઘા પાસ ખરીદવા માંથી મુક્તિ મળી રહે.


Google NewsGoogle News