હાઇવે પર લોકોને ધમકાવી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ
વડોદરા નજીક હાઈવે પર ધાગધમથી આપી લૂંટ કરવાના બનાવમાં સંડોવાયેલી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.
બે દિવસ પહેલા રાત્રિના સમયે જામવા કોર્પોરેશનની લેન્ડ સાઈટ નજીક બાઇક પર પસાર થતા બે યુવકને પરીક્ષામાં આવેલા ત્રણ લૂંટારાઓએ આંતર્યા હતા અને ઝઘડો કરી રૂ 5000 લૂંટી લીધા હતા.
લૂંટારાઓએ રૂ 4000 ઓનલાઇન ટ્રાન્સફર પણ કરાવ્યા હતા. જે બનાવની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેન્સ તેમજ અન્ય સોર્સને આધારે કિરણ અંબાલાલ માછી (કૃષ્ણ પુરા ગામ, તા.વડોદરા), રસિક ચીમનભાઈ ચૌહાણ (રામપુરા ગામ,આંકલાવ, આણંદ) અને ભાવિક ઉર્ફે પન્નો અરવિંદભાઈ વાઘેલા ( ગોકુળ નગર, ગોત્રી) ઝડપી પાડ્યા છે.
આ પૈકી કિરણ માછી સામે હત્યાના પ્રયાસના બે ગુના, લૂંટ તેમજ દારૂના ગુના મળી કુલ 11 ગુના નોંધાયા છે. જ્યારે ચિમન સામે બળાત્કાર સહિત ચાર ગુના અને ભાવિક સામે ચોરીના બે ગુના નોંધાયા છે. બંનેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.