ખોડિયાર નગર પાસે ધોળે દહાડે ચોર ટોળકી ફ્લેટમાંથી દોઢ લાખની ચોરી

વાઘોડિયા રોડ બાલાજી નગરમાં બે મકાનના તાળા તૂટયા

Updated: May 31st, 2024


Google NewsGoogle News
ખોડિયાર નગર પાસે ધોળે દહાડે ચોર ટોળકી ફ્લેટમાંથી દોઢ લાખની ચોરી 1 - image

વડોદરા,વાઘોડિયા રોડ બાલાજી નગરના બે મકાનને નિશાન બનાવી ચોર ટોળકી હાથફેરો કરી ગઇ હતી. જ્યારે ખોડિયાર નગર પાસે ધોળે દહાડે ચોર ટોળકી ફ્લેટમાંથી દોઢ લાખની ચોરી કરી ગયા હતા. 

વાઘોડિયા રોડ બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ બાલાજીનગર સોસાયટીમાં રહેતા ચિરાગ નટવરભાઇ તડવી વાઘોડિયા જી.આઇ.ડી.સી.ની આર.આર.કેબલમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. ગત તા. ૨૮ મી એ સાંજે તેઓની પત્ની રાજપીપળા પિયરમાં ગઇ હતી. તેઓ ઘરે એકલા હોવાથી રાતે સાડા અગિયાર વાગ્યે તેઓ જમીને અગાશી  પર સૂઇ ગયા હતા. તે દરમિયાન ચોર ટોળકી ઘરમાંથી એલ.સી.ડી., રોકડા એક  હજાર લઇ ગઇ હતી. જ્યારે પાડોશમાં રહેતા કરશન લલ્લુભાઇ રાઠવાના મકાનમાંથી  પણ ચોર ટોળકી રોકડા ૭ હજાર, ટેબલેટ, એક મંગળસૂત્ર અને એક મોબાઇલ ફોન ચોરી ગઇ હતી.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ખોડિયાર નગર રોડ બનિયન સિટિ ફ્લેટમાં રહેતા હાર્દિક યજ્ઞોનભાઇ શાહ ટી.સી.એસ.માં સિનિયર બિઝનેસ એનાલીસીસ તરીકે નોકરી કરે છે. તેમના પત્ની સ્કૂલમાં શિક્ષિકા છે. ગત તા.૨૩ મી એ તેઓ પુત્રને પ્લે ગૃપમાં ઉતારી પત્નીને નોકરીના સ્થળે છોડી પોતે નોકરી ગયા હતા. તે દરમિયાન તેમના ઘરના દરવાજાનું હેન્ડલ અને ઇન્ટર લોક તોડી ચોર ઘરમાંથી રોકડા ૪૬ હજાર તથા સોના - ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૧.૪૮ લાખની મતા લઇ ગયા હતા. બાપોદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News