સોશ્યલ મીડિયાની બંગાળી ફ્રેન્ડે એસ્ટેટ બ્રોકરને હની ટ્રેપમાં ફસાવી હોટલમાં લૂંટી લીધો,મોડેમોડે ગુનો નોંધાયો

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
સોશ્યલ મીડિયાની બંગાળી ફ્રેન્ડે એસ્ટેટ બ્રોકરને હની ટ્રેપમાં ફસાવી હોટલમાં લૂંટી લીધો,મોડેમોડે ગુનો નોંધાયો 1 - image

વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ વિસ્તારના બ્રોકરને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ કરી ફસાવનાર બંગાળી યુવતીએ હોટલમાં બોલાવ્યા બાદ લૂંટી લીધો હોવાના બનેલા બનાવમાં આખરે સયાજીગંજ પોલીસે બંગાળી યુવતી કલ્પનાર દાસ સામે ગુનો નોંધ્યો છે.પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના દસ્તાવેજો ભેગા કર્યા છે અને એક ટીમ બંગાળ મોકલવાની પણ તજવીજ કરી છે.

ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતા અને મકાનની લેવેચ કરતા ૩૭ વર્ષીય વયના બ્રોકર એક વર્ષ પહેલાં સીલીગુડી ખાતે રહેતી કલ્પના સંદિપ દાસ સાથે સંપર્કમાં આવ્યા હતા.બંને વચ્ચે ફ્રેન્ડશિપ થયા બાદ વાતચીત ચાલતી હતી.આ વખતે યુવતીએ વડોદરામાં નોકરી-ધંધો કરી સેટ થવા માંગતી હોઇ મદદ માંગતા બ્રોકરે તૈયારી બતાવી હતી.

ગઇ તા.૨જી ઓગષ્ટે યુવતી સયાજીગંજની અદિતિ હોટલમાં રોકાઇ હતી અને બ્રોકરને જાણ કરતાં તે રોજ સાંજે મળવા જતા હતા.તા.૮મીએ તેઓ મળવા ગયા ત્યારે ઘેન ચડતાં ઊંઘી ગયા હતા અને સવારે પાંચ વાગે આંખ ખૂલી ત્યારે યુવતી ગાયબ હતી.

યુવતી બ્રોકરની સાડા ત્રણ તોલાની સોનાની ચેન,મોબાઇલ અને રોકડા રૃ.૫૦ હજાર મળી રૃ.બે લાખ ઉપરાંતની મત્તા લૂંટી ગઇ હતી.જેથી બ્રોકરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં આખરે પોલીસે કલ્પના દાસ સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News