કોન્વોયમાં ગયેલી ફાયર બ્રિગેડની વાન એમ્બ્યુલન્સ બની,108 પહેલાં બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા
વડોદરાઃ કોન્વોયમાં ગયેલી ફાયર બ્રિગેડની વાને આજે પરત ફરતી વખતે એમ્બ્યુલન્સની ભૂમિકા ભજવી હતી.
ટીપી-૧૩ ફાયર બ્રિગેડના સબ ઓફિસર કિરણ બારીયાએ કહ્યું છે કે,ફાયર બ્રિગેડની ટીમ કોન્વોયમાંથી પરત ફરી રહી હતી ત્યારે વેમાલી નજીક બાઇક આડું પડયું હતું અને બે વ્યક્તિ લોહીના ખાબોચિયામાં તરફડી રહી હતી.
બંને ઇજાગ્રસ્તો બાઇક પર જઇ રહ્યા હોય અને કોઇ વાહને અડફેટમાં લીધા હોય તેમ લાગી રહ્યું હતું.આ પૈકી એક ઇજાગ્રસ્તનો પગ કપાઇ ગયો હતા.૧૦૮ એમ્બ્યુલન્સને આવતા વાર લાગે તેમ હોવાથી ફાયર બ્રિગેડે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી.