વડોદરા-પોર વચ્ચે લક્ઝરી બસ બાદ કારમાં પણ આગનો બનાવ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
વડોદરા-પોર વચ્ચે લક્ઝરી બસ  બાદ કારમાં પણ આગનો બનાવ 1 - image
symbolic
 વડોદરાઃ વડોદરા અને પોર વચ્ચે એક દિવસમાં લક્ઝરી અને કારમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

પોર નજીક ગઇકાલે મોડીરાતે સુરતથી ઉના તરફ જઇ રહેલી દેવકૃપા ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં ધુમાડા નીકળતાં મુસાફરો ગભરાયા હતા.બસ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસ બાજુમાં ઉભી રાખી હતી.

બસમાં બેઠેલા ૩૦ થી વધુ મુસાફરો ઉભડક જીવે બહાર આવી ગયા હતા.ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવાતાં તેઓ દોડી આવ્યા હતા.જો કે બસની બેટરીમાં આગ લાગી હોવાથી તરત જ આગ કાબૂમાં લઇ લેવામાં આવી હતી.

આજે સાંજે જામ્બુવા બ્રિજ નજીક આવી જ રીતે સુરત તરફ જઇ રહેલી એક કારમાં આગ લાગતાં ચાલક બહાર આવી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.જો કે ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી લગભગ આખી કાર આગમાં લપેટાઇ ગઇ હતી.


Google NewsGoogle News