મચ્છરોના પોરા મળી આવતા બાંધકામ સાઇટોને ૧૦ હજાર સુધીનો દંડ ફટકારાયો
કોર્પોરેશનની આરોગ્ય શાખાએ ન્યુ ગાંધીનગરમાં સર્ચ કર્યું
સરગાસણ, વાવોલ, રાયસણ, કુડાસણ તથા ટીપી-૯ની બાંધકામ સાઇટોમાં તપાસ કરતા પોરા મળી આવતા કોર્પોરેશનની નોટિસ
ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહાનગરપાલિકાના
વિવિધ વિસ્તારો જેવા કે સરગાસણ,
વાવોલ તેમજ રાયસણમાં આવેલી વિવિધ બાંધકામ સાઈટની મચ્છર ઉપદ્રવ માટે તપાસ
કરવામાં આવી હતી. જેમાં વાવોલમાં આવેલી બાંધકામ સાઈટ તત્વ ઈન્તિગ્રેટ અને માં વિસત,માંગલ્યમાં
મચ્છરોના પોરા મળી આવતા તેમેને અનુક્રમ રૃપિયા૧૦ હજાર અને પાંચ હજારનો દંડ
ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત સરગાસણના ટીપી-૯વિસ્તારમાં આવેલા બાંધકામ સાઈટ
શિક્ષાપત્રિ સ્કાયલાઈટમાં પણ મચ્છરોનું બ્રીડીંગ મળી આવતા તેને પણ રૃપિયા આઠ
હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરેક સાઈટ પર આરોગ્ય ટીમની ઉપસ્થિતિમાં રૃબરૃ
ઓઈલીંગ તેમજ ફોગીંગ કામગીરી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત રાયસણ તેમજ કુડાસણ ખાતે
આવેલા બાંધકામ સાઈટ સિડની લાઈફસ્ટાઇલ,
સામવેદ આમરા, વૃંદાવન
એલેસીયા, રોયલ
રીલેક્સા ગોલ્ડ,સાગર
વિરોનિકા,વરદાના
વિલામેન્ટ, હિલટાઉન
લાવીશ અને સ્કયડેક ૩૬ ને રોગ નિયંત્રણના પગલા ના લેવા બદલ નોટિસ ફટકારવામાં આવી
હતી તેમજ ભવિષ્યમાં દંડની ચેતવણી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,ચોમાસું ચાલુ
થયું હોવાના કારણે મચ્છર ઉપદ્રવ થવાની સંભાવના વધી જાય છે આથી આરોગ્ય વિભાગ દ્વારા
સર્વેલન્સ કામગીરી સઘન કરવામાં આવી છે. બાંધકામ સ્થળો પર પાણીનો ભરાવો અટકાવવા
પાણીને વહેવડાવી દેવાની તેમજ ભરેલા પાણીમાં બળેલા ઓઈલનો સપ્તાહમાં બે વાર છંટકાવ
કરવાની સુચના આપવામાં આવી છે.