સરગાસણની સોસાયટીમાંથી મચ્છરોના પોરા મળતા દસ હજારનો દંડ ફટકારાયો
મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા
નોન ટ્રાન્સમીશન સિઝનમાં મચ્છરજન્ય રોગચાળાનો સર્વે કરાયોઃપોરા મળી આવતા બાંધકામ સાઇટોને પણ નોટિસ
ગાંધીનગર : આમ તો ગરમીની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ ન હોય તેમ છતા ટીપી-૯ વિસ્તારમાંથી મચ્છરોના ત્રાસ અંગેની ફરિયાદ અને છુટા છવાયા કેસ મળી આવતા કોર્પોરેશનની ટીમ દ્વારા નોન ટ્રાન્સમીશન સિઝનમાં પણ વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સર્વે હાથ દર્યો હતો. જેમાં એક રહેણાંક સોસા.ના સ્વીમિંગપુલ અને બેઝમેન્ટમાંથી મોટી સંખ્યામાં મચ્છરોના પોરા જોવા મળતા તેને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે અન્ય બાંધકામ સાઇટોને નોટિસ ફટકાઇ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નોન
ટ્રાન્સમીશન સિઝનમાં વાહકજન્ય રોગચાળો ના ફેલાય તે માટે સરગાસણની ટીપી-૯
વિસ્તારમાં બાંધકામ સાઈટ,
રેસીડેન્સીયલ સોસાયટીઓના વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો આવ્યો હતો. જેમાં
ચોંકવનારી બાબતો સામે આવી હતી. આ વિસ્તારની ઘણી સોસાયટી અને બાંધકામ સાઇટોમાં
મચ્છરો મળી આવ્યા હતા. સર્વે દરમ્યાન મચ્છરોના પોરા મળી આવતા શ્રીજી સ્વસ્તિક
બાંધકામ સાઈટ પર બનેલા સ્વીમિંગપુલ તેમજ બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં મચ્છરોના
પોરા મળી આવતા આ સોસોયટીને રૃપિયા દસ હજારનોે દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત
ટીપી-૯માં આવેલી બાંધકામ સાઈટ પ્રમુખ પર્લ, અશ્વમેઘ સિગ્નેચર, ધ વ્યુ તેમજ શિક્ષાપત્રી સ્કાય લાઈટને પણ નોટિસ
આપવામાં આવી છે.એટલુ જ નહીં,
આ બાંધકામ સાઈટ પર ભરાયેલા બિનજરૃરી પાણીનો નિકાલ તેમજ ઓઈલ કામગીરી પણ
કરાવવામાં આવી હતી.આ ઉપરાંત આ સોસાયટી વિસ્તારમાંર તથા બાંધકામ સાઇટો અને રોડ
સાઇડની જગ્યાઓ પર પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, સામાન્યરીતે
ગરમીની સિઝનમાં તડકો અને અસહ્ય ગરમીને કારણે મચ્છરોનો ઉપદ્રવ રહેતો નથી પરંતુ ઓછા
ટેમ્પ્રેચરમાં મચ્છરો ફુલે ફાલે છે તેથી બેઝમેન્ટ, પાણીવાળી જગ્યા તથા ઘરમાં પણ મચ્છરો આ સિઝનમાં જોવા મળે છે
તે નવાઇની બાબત છે.