પ્રતાપગંજમાં શરણમ વિલાના બિલ્ડર ધર્મેશ ચોરડિયા અને ફ્લેટના રહેવાસી હરિશ વચ્ચે મારામારી
વડોદરાઃ પ્રતાપગંજ વિસ્તારમાં ફ્લેટના રહેવાસી અને બિલ્ડર વચ્ચે નજીવી બાબતે તકરાર થતાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બિલ્ડરે તેના માણસોને બોલાવી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
શરણમ વિલામાં રહેતા હરેશભાઇ વાસવાણીએ એવો આક્ષેપ કર્યો છે કે,શરણમ વિલાના બિલ્ડર ધર્મેશ ચોરડિયા હાલમાં બીજે રહે છે.તેમના ફ્લેટના મેન્ટેનન્સની રકમ બાકી હોવાથી કહેવા જતાં તેમણે બે માણસોને બોલાવી મારા પર લાકડી અને ગડદાપાટુ વડે હુમલો કર્યો હતો.
સામે પક્ષે સમાના કલ્યાણ હોલ પાછળ આશ્રય ફ્લેટમાં રહેતા બિલ્ડર ધર્મેશ ચોરડિયાના પત્ની રીનાબેને કહ્યું છે કે,અમારે ફ્લેટ વેચવાનો હોવાથી ત્યાં ગયા ત્યારે હરેશ વાસવાણીએ ગાળો ભાંડી હાથ ખેંચતાં હું પડતાં બચી હતી.તેણે જોઇ લેવાની ધમકી આપી હતી.જેથી સયાજીગંજ પોલીસે બંને પક્ષે સામસામે ગુના નોંધ્યા છે.