આજવા રોડ પર રિક્ષા ચાલક અને મોપેડ સવાર વચ્ચે મારામારી
બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી : ડંડા અને પંચથી હુમલો
વડોદરાઆજવા રોડ પર રિક્ષા ચાલક અને મોપેડ ચાલક વચ્ચે મારામારી થતા બંને પક્ષે બાપોદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.
આજવા રોડ પ્લેનેટ હોલની સામે લક્ષ્મી નગરમાંરહેતા જેલુભાઇ મહંમદભાઇ ગરાસિયા ડ્રાઇવિંગ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૮ મી એ રાતે સાડા નવ વાગ્યે એકતા નગર નૂરાની મહોલ્લાની સામે ઉભો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતા સુફિયાન મીર્ઝાએ મને રિક્ષા સાઇડમાં ઉભી રાખવાનું કહી માર માર્યો હતો. સુફિયાન સાથેના મહંમદહબીબ ચીનીવાલાએ પણ મને માર માર્યો હતો. સુફિયાને પંચ વડે મારા પર હુમલો કરતા મોંઢા પરઇજા થઇ હતી. તેણે મારા પર પાવડાના હાથા વડે હુમલો કરતા મેં હાથો પકડી લેતા આંગળી પર ઇજા થઇ હતી. હું નીચે પડી જતા હુમલાખોરો ભાગી ગયા હતા.
જ્યારે સામા પક્ષે મહંમદસુફિયાન મીર્ઝાએ જેલુભાઇ ગરાસિયા તથા ઇમ્તિયાઝ પઠાણ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જેલુભાઇએ તેના મોપેડને પાછળથી અથાડતા હું તથા મારો મિત્ર નીચે પડી ગયા હતા. જેલુભાઇએ ડંડા વડે હુમલો કર્યો હતો. ઝપાઝપીમાં જેલુભાઇ નીચે પડી જતા તેઓને ઇજા થઇ હતી. ત્યારબાદ ઇમ્તિયાઝ ઉર્ફે કલ્લુએ મારા ઘરે આવી ધમકી આપી હતી.