ગોત્રી ગૌતમ નગર રહેણાક વિસ્તારમાં ચાલતી મહેતા ટાયર્સમાં ભીષણ આગથી સ્થાનિક રહીશોમાં રોષ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગૌતમ નગરમાં શરૂ કરવામાં આવેલી મહેતા ટાયર્સ નામની દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે તો બીજી બાજુ સ્થાનિક રહીશોના ચારથી પાંચ મકાનમાં પણ નુકસાન થતા રેહેણાક વિસ્તારમાંથી મહેતા ટાયર્સને બંધ કરાવી દેવા ની માંગણી કરવામાં આવી છે.
ગઈ રાત્રે 10:30 વાગ્યાના સુમારે ગોત્રી વિસ્તારમાં આવેલા ગૌતમ નગરમાં છેલ્લા કેટલાક સમયથી સાત થી આઠ માળની એક ઇમારત બનાવી દેવામાં આવી છે જેમાં નીચેના ભાગે મહેતા ટાયર્સ નામની દુકાન શરૂ કરવામાં આવી છે આ દુકાનના સંચાલકોએ સોસાયટીની કેટલીક જમીન પર દબાણ કરી જુના ટાયરો નો ઢગલો કરી દેવામાં આવ્યો હતો જુના ટાયરોના ઢગલામાં ગઈકાલે જનરેટર માં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી જેની જાણ ફાયર બ્રિગેડને થતા આગને કાબુમાં લેવાસ ૭ થી ૮ જેટલા ફાયર ફાઈટર કામે લગાડ્યા હતા અને આગને કાબુમાં લેવા સતત બે કલાક સુધી પાણી મારો કરી આગ બુજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો મહેતા ટાયર્સમાં આગની સાથે સાથે આજુબાજુમાં આવેલા મકાનો પણ આગની જ પેટમાં આવી ગયા હતા જેને કારણે રહેનારા લોકોને પણ ભારે નુકસાન થયું છે.
ગોત્રી ગૌતમ નગર વિસ્તારમાં મહેતા ટાયર્સ ને કારણે ભીષણ આગ લાગી જેથી સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે તેમણે આક્ષેપ કર્યા છે કે મહેતા ટાયર્સ ના સંચાલકોએ સોસાયટીની કેટલીક જમીનો પર દબાણ કરી દીધું છે અને ટાયરોના ઢગલા કરી દેવાને કારણે આ ભિષણ આગ લાગી હતી જેને કારણે રહેણાક વિસ્તારમાં શરૂ થયેલા મહેતા ટાયર્સને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવે અને ફરી તે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે નહીં તેવી માંગણી વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવી છે.
આજે સવારે આજનો બીજો એક બનાવો વારસિયા વિસ્તારમાં બન્યો હતો. જેમાં જલારામ હોસ્પિટલ ના ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા સ્ટાફના માણસોએ આગ કાબુમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આગ કાબુમાં આવી ગઈ હતી અને મોટું નુકસાન થતાં રહી ગયું હતું.