પુત્રીને સીટ પર ઉભી રાખી બાઇક ચલાવતા પિતા
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,પોતાની પુત્રીને પાછળની સીટ પર ઉભી રાખી બાઇક ચલાવતા યુવકની સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારેલીબાગ અમિત નગર બ્રિજ પર બાઇક ચાલક પોતાની સીટની પાછળ એક બાળકને ઉભું રાખી પૂર ઝડપે જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હરણી પોલીસના ધ્યાને આ વીડિયો આવતા તપાસ હાથ ધરી હતી. પોલીસે ચેક કરતા બાઇકનો નંબર મળી આવ્યો હતો. જેથી, પોલીસે બાઇક ચાલક વિશાલ મુકેશભાઇ ઠાકર ( રહે. પલ્લવ પાર્ક સોસાયટી, મહેશ કોમ્પલેક્સ પાછળ, વાઘોડિયા રોડ) ને શોધી કાઢ્યો હતો. એ.એસ.આઇ.અશ્વિનભાઇએ હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, બાઇક ચાલક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અને તે પોતાની પુત્રીને બાઇક પર બેસાડીને નીકળ્યો હતો. તે દરમિયાન કોઇ ત્રાહિત વ્યક્તિએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.