સયાજી હોસ્પિટલના છઠ્ઠા માળે છત પરથી પંખો પટકાયો

સદ્નસીબે સ્થળ પર કોઇ હાજર નહીં હોવાથી ઇજા ના થઇ

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલના છઠ્ઠા માળે છત પરથી પંખો પટકાયો 1 - image

 વડોદરા,સયાજી હોસ્પિટલના છઠ્ઠા માળે છત પરથી પંખો નીચે  પડયો હતો. સદ્નસીબે તે સ્થળે કોઇ હાજર નહીં હોવાથી ઇજા થઇ નહતી. 

શહેરની સયાજી  હોસ્પિટલમાં મેન્ટેનન્સનો અભાવ છે. થોડા દિવસ પહેલા લિફ્ટ ખોટકાતા દર્દીઓ અને સગાઓ ફસાઇ ગયા હતા. આજે બપોરે ફરીથી એક દુર્ઘટના ઘટી હતી. જેમાં છઠ્ઠા માળે સ્ત્રી વોર્ડમાં આજે બપોરે ચાલુ પંખો છત પરથી નીચે પટકાતા નાસભાગ મચી ગઇ હતી. આ વોર્ડમાં ૧૫ દર્દીઓ સારવાર માટે દાખલ છે. જોકે, પંખો  જ્યાં  પડયો ત્યાં  કોઇ  હાજર નહીં હોવાથી કોઇને ઇજા થઇ નહતી.


Google NewsGoogle News