વડોદરામાં રાત્રે 12:30 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર નશેબાજ ઝડપાયો

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
વડોદરામાં રાત્રે 12:30 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર નશેબાજ ઝડપાયો 1 - image


- રાત્રે 12:30 વાગે દારૂના નશામાં પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી મેસેજ લખાવનાર વ્યક્તિ સહિત ત્રણને સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે

વડોદરા,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર

વડોદરા શહેરમાં બાપોદ પોલીસ સ્ટેશનનું સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રાત્રે 12:30 વાગે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે આજવા રોડ લકુલેશ નગરમાં ગોલુ  સિંધી અને દીનુ સિંધી માર મારે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ત્રણ વ્યક્તિઓ દારૂના નશામાં મળી આવ્યા હતા પોલીસે (1) પવન બંસીલાલ તોલાણી (2) જયેશ જમનાદાસ વીર વાણી (બંને રહેવાસી માધવ નગર આજવા રોડ) તથા (3) કરી રોનક મહેશભાઈ અસરાની (રહે. લકુલેશ નગર એક આજવા રોડ ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News