વડોદરાના દંતેશ્વર ઓપન જેલ પાસે નશેબાજ કાર ચાલકે ડિવાઈડર પર કાર ચડાવી દીધી

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
વડોદરાના દંતેશ્વર ઓપન જેલ પાસે નશેબાજ કાર ચાલકે ડિવાઈડર પર કાર ચડાવી દીધી 1 - image

image : Freepik

- ગણપતિ વિસર્જનમાં દારૂનો નશો કરી ફરતા ચાર નશેબજોને પોલીસે ઝડપી પાડ્યા છે. તરસાલીમાં બાઈક અને એકટીવા વચ્ચે અકસ્માત થયો હતો. જ્યારે દંતેશ્વર ઓપન જેલ પાસે નશેબાજ કાર ચાલકે ડિવાઈડર પર કાર ચડાવી દીધી હતી

વડોદરા,તા.29 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

વડોદરા સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસર્જનના બંદોબસ્તમાં ફતેપુરા ચાર રસ્તા થી માંડવી સુધી હાજર હતો તે દરમિયાન અદાણીયા પુલ ચાર રસ્તા પાસે એક બાઈક ચાલક પોતાની બાઇક લઇ જાપાના દરવાજા તરફથી આવતો હતો. જેથી પોલીસે બાઈક ચાલકને રોકી ચેક કરતા બાઇક ચાલક મેહુલ સંજયભાઈ રાણા તથા તેની પાછળ બેઠેલો હર્ષ મહેશભાઈ રાણા (બંને રહે. પાણીગેટ રાણાવાસ) દારૂના નકશામાં હોવાનો જણાઈ આવતા પોલીસે બંનેની સામે ગુનો દાખલ કર્યો છે

ગઈકાલે મોડી રાત્રે 11:30 વાગે તરસાલી આઈટીઆઈ ત્રણ રસ્તા પાસે બાઈક અને એકટીવાના એક્સિડન્ટ થતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. અકસ્માતમાં બાઈક પર જતા રોહિત રસિકભાઈ દરજી તથા તેમના પત્નીને ઇજા થઈ હતી. તે દરમિયાન પોલીસ આવતા ચેક કરતા અકસ્માત કરનાર એકટીવા ચાલક અનુરાગ હરેશભાઈ રોહિત રહેવાસી જેપીનગર આજવા રોડ દારૂના નશામાં હોવાનું જણાય આવ્યું હતું. જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તેની એકટીવા કબજે કરી છે.

 ગઈકાલે રાત્રે દંતેશ્વર ઓપન જેલ પાસે એક સફારી કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી જેના પગલે લોકોનું ભેગું થઈ ગયું હતું તે દરમિયાન ત્યાંથી પસાર થતી પીસીઆર વાન ઊભી રહી હતી અને ચેક કરતા સફારી કારનો ચાલક બીજેન્દ્ર જયેશભાઈ સોની રહેવાસી ઓમ રેસીડેન્સી સોમા તળાવ દારૂના નશામાં હોવાનું જણાય આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે.


Google NewsGoogle News