વડોદરાના છાણીમાં દારૂના નશામાં બેફામ કાર હંકારનાર ચાલકે બાઈક સવારને અડફેટમાં લીધો

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
વડોદરાના છાણીમાં દારૂના નશામાં બેફામ કાર હંકારનાર ચાલકે બાઈક સવારને અડફેટમાં લીધો 1 - image

image : Freepik

વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરાના છાણી વિસ્તારમાં ગઈ મધરાતે દારૂના નશામાં પૂર ઝડપે કાર હાંકનાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા પોલીસે કારચાલકની અટકાયત કરી હતી.

છાણી પોલીસ ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે વાગ્યાના અરસામાં રામાકાકાની ડેરી પાસે કાર અને બાઈક વચ્ચે એકસીડન્ટ થયો છે તેવી પોલીસને જાણ થઈ હતી.

જેથી પોલીસે બનાવના સ્થળે જઈ તપાસ કરતા અકસ્માતના સ્થળે કારચાલક દારૂના નશામાં મળી આવ્યો હતો. પોલીસે જીતેન્દ્ર રમેશભાઈ ગોસ્વામી (વ્રજ ફ્લેટ, છાણી જકાતનાકા, ટીપી 13) સામે દારૂના નશામાં કાર અહંકારી લોકોની જિંદગી જોખમમાં મુકવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.


Google NewsGoogle News