કેનાલમાં મોંઢું ધોવા ઉતરેલા ડ્રાઇવરનું ડૂબી જવાથી મોત
ગોરવા પંચવટી કેનાલ નજીક મિત્રો સાથે ફરવા ગયેલો યુવક ડૂબી ગયો
વડોદરા,કોટંબી ગામ પાસેની તથા ગોરવા પંચવટી કેનાલમાં ડૂબી જતા બે યુવાનોના મોત થયા છે. ફાયરબ્રિગેડે મૃતદેહ બહાર કાઢી પી.એમ. માટે મોકલી આપ્યા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ભરતપુર જિલ્લાના કાઠૌલ ગામે રહેતો ૨૨ વર્ષનો તાહિર ફૈજાભાઇ મેવા ડ્રાઇવર છે. ગત તા.૧૪મી એ તે કોટંબી ગામ પાસે નર્મદા કેનાલમાં મોંઢું ધોવા ઉતરતા અંદર પડી ગયો હતો. જેની લાશ ગોરવા પંચવટી કેનાલમાંથી મળી આવી હતી.
અન્ય એક બનાવમાં ઓ.પી.રોડ અક્ષર રેસિડેન્સીમાં રહેતો નિલેશ મિશ્રા નામનો યુવક બી.કોમ.માં અભ્યાસ કરે છે. ગત તા.૧૪મી એ તે મિત્રો સાથે ગોરવા પંચવટી કેનાલ ગયો હતો. કેનાલમાં પડી જતા ડૂબી જતા તેનું મોત થયું હતું. તેનો મૃતદેહ દરાપુરા ગામ નજીકની કેનાલમાંથી મળી આવ્યો હતો.