Get The App

કોટાલી ગામે કેનાલમાં નાહવા પડેલા ડ્રાઇવરનું મોત

પેન્ટના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડના આધારે ઓળખ થઇ

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News

 કોટાલી ગામે કેનાલમાં નાહવા  પડેલા ડ્રાઇવરનું મોત 1 - imageવડોદરા,કોટાલી ગામે કેનાલમાં નાહવા પડેલા ટ્રક ડ્રાઇવરનું ડૂબી જવાથી મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના ધૂલે તાલુકાના ફાગણા ગામે રહેતો ૪૨ વર્ષનો ટ્રક ડ્રાઇવર મહેન્દ્ર શ્રીકિશનભાઇ શર્મા આજે સવારે શહેર નજીકના કોટાલી ગામે કેનાલમાં નાહવા પડયો હતો. તે દરમિયાન ડૂબી ગયો હતો. લોકોએ તેને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.  પરંતુ, તેનું મોત થયું હતું. તેની પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે  પી.એસ.આઇ. એન.એમ. પ્રિયદર્શીએ તેના પરિવારજનોને જાણ કરી હતી.


Google NewsGoogle News