Get The App

બે વર્ષના બાળકના મોંઢા પર કૂતરાએ બચકા ભરી લીધા

માતા પિતા ખેતરમાં કામ કરતા હતા અને કૂતરાએ હુમલો કર્યો

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News

 બે વર્ષના બાળકના મોંઢા પર કૂતરાએ બચકા ભરી લીધા 1 - imageવડોદરા,ભરૃચ જિલ્લાના જંબુસર ગામમાં રહેતા ખેતી કામ કરતા શ્રમજીવી પરિવારના બે વર્ષના માસુમ બાળકને કૂતરાએ મોંઢા પર બચકા ભરી લેતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ભરૃચ જિલ્લાના જંબુસર ગામે રહેતો અને ખેતીકામ કરતો પરિવાર બે  દિવસ પહેલા ખેતરમાં કરવા ગયો હતો. દંપતી ખેતરમાં કામ કરતું હતું. તેમનો બે વર્ષનો બાળક નજીકમાં રમતો હતો. તે દરમિયાન અચાનક કૂતરાએ તેના પર  હુમલો કરી મોંઢા પર બચકા ભરી લેતા ઇજા થઇ હતી. તેને પ્રથમ સારવાર  માટે  જંબુસર પી.એચ.સી.માં લઇ જવાયો હતો. ત્યારબાદ  આજે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યો છે. બાળકની હાલત સુધારા પર છે.


Google NewsGoogle News