વડોદરાના ભાયલીમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ માટે વપરાતું ડિજિટલ મશીન ચોરાયુ
- વીજ કંપનીના અંદર ગ્રાઉન્ડ કેબલ લાઈનનું કામ કરતા કોન્ટ્રાક્ટરની સાઇટ પરથી મશીન ચોરાઈ ગયું હતું જે અંગે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
વડોદરા,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
મૂળ ભાવનગરનો અને હાલમાં વડોદરામાં સન ફાર્મા રોડ પર રહેતો મહાવીરસિંહ દુદાજીભાઈ ચાવડા ગોત્રી ખાતે આવેલી અનિરુદ્ધ સિંહ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચાર વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે અને તેમની ઓફિસ ભાયલી એરિસ્ટોકમાં આવેલી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેણે જણાવ્યું છે કે અમારી કંપની ગોત્રી એરિયામાં એમજીવીસીએલના અંડર ગ્રાઉન્ડ કેબલનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.
ગત નવમી તારીખે હું યુપી ગયો હતો ત્યારે અંડરગ્રાઉન્ડ કેબલનું કામ કરનાર ઓપરેટર શંકરલાલ ચૌધરીએ મને ફોન કરીને જણાવ્યું હતું કે ગોત્રી તળાવની સાઈટનું કામ પૂરું થતાં સાંજના સાત વાગે સાઈટનો સમાન ટ્રેક્ટરમાં મુકતા હતા તે દરમિયાન પૈકી ડિજિટલ મશીન આપણી સાઇટ પર કામ કરતો મજૂર ટ્રેક્ટર પર મૂકીને નજીકમાં બીજો સામાન લેવા ગયો હતો તે પરત આવ્યો ત્યારે ડિજિટલ મશીન ટ્રેક્ટરમાંથી ગુમ થઈ ગયું હતું. આ બાબતે આજુબાજુમાં તપાસ કરતા નજીકમાં શાકભાજીની લારી ચલાવતા મહિલાએ કહ્યું હતું કે આ મશીન ગોત્રી ચોકડી તરફથી આવેલ કારમાં મૂકીને એક છોકરો જતો રહ્યો હતો. જે નવું મશીન 25 લાખનું આવે છે હાલમાં તેની કિંમત 12.5 લાખ ગણી શકાય છે.