વીમાની પોલિસી નું રીફંડ આપવાના નામે મહિલા સાથે 52લાખ પડાવનાર દિલ્હીની ઠગ ગેંગ પકડાઇ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
વીમાની પોલિસી નું રીફંડ આપવાના નામે મહિલા સાથે 52લાખ પડાવનાર દિલ્હીની ઠગ ગેંગ પકડાઇ 1 - image

વડોદરાઃ વીમા પોલિસીના રપિયા રીલીઝ કરવાના નામે વડોદરાની એક ગૃહિણી પાસે રૃ.૫૨.૭૭ લાખ પડાવી લેનાર ઓનલાઇન ઠગાઇ કરતી દિલ્હીની વધુ એક  ગેંગને વડોદરા સાયબર સેલે ઝડપી પાડી છે.

સમા વિસ્તારમાં રહેતા મીનાબેનને વીમા લોકપાલ દિલ્હીના નામે ફોન કરનાર આલોકે ૧૨ વીમા પોલિસીનું પેમેન્ટ એકવાર ભર્યા બાદ ભરાયું નથી,પોલિસી રીલીઝ કરી રૃપિયા પાછા લઇ લો તેમ કહી મહિલાને વિશ્વાસમાં લઇ એજન્ટ કોડ રીમૂવ કરવાના,જીએસટી તેમજ અન્ય ખર્ચના નામે બે વર્ષમાં ૧૧૬ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૃ.૫૨.૭૭ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ બનાવમાં સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાએ પીઆઇ બીરેન પટેલ અને એન એફ સિદ્દીકીની ટીમ બનાવી  હતી. પોલીસે ઠગ ટોળકીના બેન્ક એકાઉન્ટ, મોબાઇલ સર્વેલન્સ તેમજ અન્ય ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરી ત્રણ દિવસ સુધી  દિલ્હીમાં ધામા નાંખ્યા હતા.

પોલીસની ટીમે લોકેશનને આધારે એક ફ્લેટમાં દરોડો પાડતાં માસ્ટર માઇન્ડ અંકિત અશોકકુમાર સહિત પાંચ જણાને ઝડપી પાડયા હતા.પોલીસે તેમને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં વીમા પોલિસીના નામે તેમજ ઓએલએક્સ પર નોકરીની ઓફર આપી અનેક લોકો પાસે રૃપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

ફ્લેટમાં વડોદરા પોલીસ ત્રાટકી ત્યારે કોલ સેન્ટર ચાલુ હતું

૧૬ મોબાઇલ,૨ લેપટોપ,૧ પેન ડ્રાઇવ અને પ્રિન્ટર કબજે

વડોદરા પોલીસે ત્રણ દિવસ સુધી દિલ્હીમાં રેકી કર્યા બાદ ફ્લેટમાં દરોડો પાડયો ત્યારે કોલ સેન્ટર ચાલી રહ્યું હતું.

પોલીસે કોલ સેન્ટરમાંથી આરોપીઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૧૬ મોબાઇલ,૨ લેપટોપ,પેન ડ્રાઇવ અને એક પ્રિન્ટર કબજે કર્યા હતા.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં મોહિત નામના આરોપીએ તેના કાકા મારફતે રોહિણી સેક્ટરમાં ફ્લેટ ભાડે રાખ્યું હોવાની અને તેમાં અંકિત તેમજ અન્ય સાગરીતો ઓનલાઇન ઠગાઇ કરતા હોવાની માહિતી બહાર આવી હતી.પોલીસે તેમના બેન્ક એકાઉન્ટોની ડીટેલ પણ માંગી છે.

ત્રણ ઠગ ગ્રેજ્યુએટ પણ નથી,ક્યા ઠગની કેવી ભૂમિકા

દિલ્હીની ઠગ ટોળકીના પાંચ સાગરીતો પૈકી માત્ર બે સાગરીત બીએ થયેલા છે.ઠગોની  ભૂમિકા અંગેની માહિતી આ મુજબ છે.

નામ                                 સરનામુ             અભ્યાસ                ભૂમિકા

અંકિત અશોકકુમાર             શ્રીરપુર,દિલ્હી                બીએ                      ગેંગ બનાવી,કોલ સેન્ટર બનાવી કમિશનથી કામ કરતો હતો

મો.શાહબાજ મો.ઇશા આલમ રોહિણી સેક્ટર,દિલ્હી ધોરણ-૧૧               જુદીજુદી બેન્કોના એકાઉન્ટ બનાવી પુરા પાડતો હતો

મોહિત રવિન્દ્ર બત્રા         રોહિણી સેક્ટર,દિલ્હી          ધોરણ-૧૦                ફ્લેટ અપાવ્યો,નોકરીની ઓફરો મુકતો હતો

આશિષ અશોકકુમાર           શ્રીરપુર,દિલ્હી                 બીએ                       અંકિત અને મોહિત સાથે કોલ સેન્ટર ઓપરેટ કરવાની ભૂમિકા

અવનિશ ટોની ઋષિપાલ પંચાલ ગાજીયાબાદ,યુપી ડિપ્લોમા એન્જિનિયર જ્વેલરી શોપનો પાર્ટનર છે.બેન્ક એકાઉન્ટની  માહિતી આગળ પ્રોવાઇડ કરી કમિશન લેતો હતો.


Google NewsGoogle News