વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવકનો મૃતદેહ મળ્યો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવકનો મૃતદેહ મળ્યો 1 - image


Vadodara News : વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહનો પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

 વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. ત્યારે ફરી છાણી વિસ્તારમાં રામાકાકાની ડેરી પાસે આવેલા તળાવમાં એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકના મૃતદેહને બહાર કાઢયો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ યુવકનું નામ મયુર રાજપુત હોવાનું બહાર આવ્યું છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


Google NewsGoogle News