મકરપુરા જી.આઇ.ડી.સી.માં ઝાડ પર લટકતી લાશ મળતા ઉત્તેજના

મૃતકની ઓળખ કરવા માટે પોલીસની કવાયત શરૃ : સીસીટીવી ચેક કર્યા

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News

 મકરપુરા જી.આઇ.ડી.સી.માં ઝાડ પર લટકતી લાશ મળતા ઉત્તેજના 1 - imageવડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં ઝાડ પર લટકતી લાશ મળી આવતા લોકોના ટોળે વળ્યા  હતા. જોકે, પોલીસ હજી મૃતકની ઓળખ કરી શકી નથી.

મકરપુરા જી.આઇ.ડી.સી. હનુમાન ચોકડીથી લક્કી હોટલ તરફ જવાના માર્ગ પર અવાવરૃ  જગ્યાએ એક અજાણ્યા વ્યક્તિએ ઝાડ પર ફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની જાણ માંજલપુર પોલીસને થતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે મૃતકની લાશ નીચે ઉતારી પી.એમ. માટે મોકલી આપી છે. જોકે, મૃતક પાસેથી એવી કોઇ વસ્તુ મળી નથી કે જેના કારણે તેની ઓળખ થઇ શકે.

માંજલપુર  પોલીસે શહેર જિલ્લામાંથી ગૂમ થયેલા વ્યક્તિઓની માહિતી મેળવી છે. તેમજ જે  સ્થળેથી લાશ મળી આવી તેના નજીકના વિસ્તારમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજની  પણ ચકાસણી  હાથ ધરી છે. જોકે, હજી સુધી મૃતકની કોઇ ઓળખ થઇ નથી.


Google NewsGoogle News