વડોદરા જિલ્લાની નદીઓમાં મગરોનો જમાવડોઃ ચાંદોદ નજીક ઓરંસગ નદીમાં મગરે પશુપાલકનો શિકાર કર્યો
વડોદરાઃ વડોદરા જિલ્લાની વિવિધ નદીઓમાં મગરોની સંખ્યા વધવા માંડી છે અને નદીમાં નાહવા જતા તેમજ કપડાં ધોવા કે ઢોરોને પાણી પીવડાવવા જતા લોકોને મગર શિકાર બનાવી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે.
તાજેતરમાં ડભોઇ તાલુકાના ફૂલવાડી ગામ પાસે ઓરસંગ નદીમાં નાહવા પડેલા જેસીબી ચાલકનો મગરે શિકાર કર્યો હોવાનો બનાવ બન્યો હતો.ત્યાર પહેલાં પણ ચાંદોદ નજીકના ફૂલવાડી,શનોર,ભાલોદરા જેવા ગામોમાં મગરો દેખા દેતા હોય છે અને હુમલાના બનાવો પણ બન્યા છે.
આજે આવો જ એક બીજો બનાવ બન્યો હતો.જેમાં શનોર ગામે ઓરસંગ નદીમાં ઢોરોને પાણી પીવડાવવા ગયેલા પશુપાલકને મગર ખેંચી જતાં બૂમરાણ મચી હતી.ગામલોકો ભેગા થઇ ગયા હતા અને પશુપાલકને બચાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.
બનાવના સ્થળે ફોરેસ્ટ અને પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા.લગભગ પાંચ કલાકની જહેમત બાદ નદીમાંથી પ્રવિણ દેવજીભાઇ તડવી (ભાલોદરા ગામ)નો મૃતદેહ મળી આવતાં તેના પોસ્ટમોર્ટમ માટે તજવીજ કરવામાં આવી હતી.